બ્રિજ રાસોત્સવ : ખેલૈયાઓના શ્રેષ્ઠ સ્ટેપ અને પરંપરાગત પોષાક આકર્ષણનું કેન્દ્ર બન્યા
RKC કોલેજની સામે જીમખાના ખાતે અંકિત ચાવડા આયોજિત ભવ્ય રાસોત્સવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આર.કે.સી.કોલેજની સામે જીમખાના ખાતે બ્રીજ રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, શ્રોતા અને અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચોથા નોરતે પણ ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા બ્રિજ રાસોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અર્જન પાજી, મનીષા પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિના સૂમધુર સૂરે સૌ ખેલૈયાઓને તાલ પર ગરબા ઘૂમવા મજબૂર કરી દીધા હતા. એકથી એક ચઢીયાતા પ્રાચીન-અર્વાચીન ગરબા અને ગીતો, સુપ્રસિધ્ધલ ઓર્કેસ્ટ્રા , એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓ આફરીન થયા હતા. દરરોજ ત્રણ હજારથી વધુ ખેલૈયાઓ આ બ્રીજ રાસોત્સવમાં ગાયક કલાકારોના સૂર અને સાજિંદના તાલ સાથે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી અને અલગ અલગ સ્ટેપ્સ પર રાસ ગરબા રમ્યા હતા. અંક્તિભાઇ ચાવડા દ્વારા આયોજિત બ્રિજ રાસોત્સવમાં દરરોજ શહેરના શ્રેષ્ઠી અને મહાનુભાવો હાજર રહી આદ્યશક્તિની આરાધના કરે છે. તેમજ દરરોજ પ્રિન્સ – પ્રિન્સેસને લાખેણા ઇનામો આપવામાં આવે છે. આ ઉપરાંત રાસોત્સવમાં ખાસ
વેલડ્રેસથી સજજ થઇ આવતા અનેક ખેલૈયાઓએ આકર્ષણ જમાવ્યુ હતુ. આ બ્રીજ રાસોત્સવમાં રવિભાઈ વાઘેલા (IAS પ્ર.નગર પોલીસ), જયદીપસિંહ બોરાણા (PI પોલીસ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ), જનકસિંહ સાકરીયા, વનરાજસિંહ વાઢેર ઈ.અ., વિવેકસિંહ સિંધવ, રાજદીપસિંહજી જાડેજા : વાવડી રાજકોટ શહેર ભાજપ ઉપ પ્રમુખ, ભરતભાઈ શિંગાળા શહેર ભાજપ મંત્રી, વિજયભાઈ શિંગાળા (મોટા મવા), જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના પતિ સંજયભાઈ રંગાણી, તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરિયા, વડાલીયા – વર્ણી મલ્ટીફૂડ્સ પ્રા.લી ના ડાયરેક્ટર નીરજભાઈ પાઠક, સંદીપ ડોડીયા, ઝટ 9 રીપોર્ટર મોહિતભાઈ ભટ્ટ, સંજયભાઈ જળું, ધવલભાઈ જળું, પૂનમકુમાર શાસ્ત્રી, મિલનભાઈ ખીરા, ચેતનભાઈ જેઠવા, જીગરભાઈ શાહ, નિલેશભાઈ પટેલ, અમિતભાઈ લાખાણી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાસોત્સવમાં વિજેતા ખેલૈયાઓ
- Advertisement -
જુનિયર પ્રિન્સ
1) દિવ્યજીત પરમાર
2) ક્રિશ સવસાની
જુનિયર પ્રિન્સેસ
1) નિધિ મેમરીયા
2) નેહા ખસિયા
સિનિયર પ્રિન્સ
1) સુજલ કંસારા
2) તરુણ પતરીયા
3) હિરેન ડોડીયા
સિનિયર પ્રિન્સેસ
1) ચાંદની માલી
2) ધ્રુવી ડાંગર
3) સુમિતા ઝાઝલ
વેલ્ડ્રેસ જુનિયર
ભવ્યા શેઠ
સિનિયર વેલ્ડ્રેસ
રિદ્ધિ ચૌહાણ