ખાસ-ખબર સંવાદદાતા
રવાપર ગામના માલધારી સમાજે જીલ્લા કલેકટરને રવાપર ગામમાં ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામાં થયેલ દબાણ દૂર કરવા બાબતે રજુઆત કરી ગામમાં બીજા મોટા માથાના દબાણો સામે આંગણી ચીંધી છે જેમાં રવાપર ગામના મુખ્ય માર્ગ મોટી પ્રાથમિક શાળાથી નાની પ્રાથમિક શાળા સુધીના માર્ગનું દબાણ દૂર કરવું, રવાપર ગામના ખરા તથા વાડામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવું, રવાપર ગામતળના માર્ગનું કોમન પ્લોટનું દબાણ દૂર કરવું, રવાપર ગામના તમામ સરકારી ખરાબા, ગૌચર, વાડા, ખરા અને માર્ગો ખુલ્લા કરવા, ગામના તળાવ ઉપર થયેલા દબાણો દૂર કરવા, ગામના માત્ર ઓબીસી માલધારીઓને ટાર્ગેટ કરી માત્ર ત્રણ ખરાબા ખાલી કરવામાં આવે જ્યારે સામે ગામમાં ઠેક ઠેકાણે દબાણો હોય આ તમામ દબાણો નકશા જોઈને તટસ્થ રીતે દૂર કરવાની માંગ ઉઠાવી છે.