દશકો સુધી ઓછું નહિ થાય તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
સ્કોટલેન્ડમાં 26મી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ યોજાનાર છે તે પહેલાં યુએનની સંસ્થા ડબલ્યુએમઓનો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. અહેવાલ પ્રમાણે 2020માં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન અને તેનો ભરાવો સર્વોચ્ચ સપાટીએ હતો. 1750 પછી આ સ્તર સૌથી વધુ હતું અને તેના કારણે તાપમાન વર્ષો સુધી ઘટશે નહીં.
યુએનની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ સ્કોટલેન્ડમાં યોજાશે. તે પહેલાં યુએનની જ સંસ્થા વર્લ્ડ મીટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલમાં ગ્રીન હાઉસ ગેસની વૃદ્ધિ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ઔદ્યોગિકીકરણ પછી 2020માં પહેલી વખત ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ભયજનક સપાટીએ હતું. કાર્બન ડાયોક્સાઈડ, મિથેન અને નાઈટ્રેસ ઓક્સાઈડનું સ્તર ઊંચું રહ્યું હતું.
દુનિયાના લક્ષ્યાંકને ફટકો પડશે
- Advertisement -
કોરોના મહામારીના કારણે શરૃઆતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટયું હોવા છતાં ફરીથી સરેરાશ તેનું પ્રમાણ વધી ગયું હતું. તેના કારણે તાપમાન ઓછું કરવાના દુનિયાના લક્ષ્યાંકને ફટકો પડશે એવું પણ અહેવાલમાં કહેવાયું હતું. ગ્રીન હાઉસ ગેસનો ભરાવો 2020માં સૌથી વધુ જણાયો હતો. 2011થી 2020ના દશકામાં પણ ગ્રીનહાઉસના ગેસના ઉત્સર્જનના નવા વિક્રમો સર્જાયા હતા, જેના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે.