ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પરમેશ્વર, પ્રકૃતિ અને પર્યટનનો ત્રીવેણી સંગમ એટલે ઓમનાથ મહાદેવ ઉંબા.વેરાવળથી 12 કિલોમીટર દુર ઉંબા ગામે આવેલ ઓમનાથ મહાદેવની જગ્યામાં જાણે પ્રકૃતિ સોળે કળા એ ખીલી હોય, આધ્યામિક વાતાવરણ, નાના નાના ભૂલકા થી માંડી અને તમામ ઉમરના લોકો માટે પર્યટન માટેનું નેસર્ગિક સ્થળ એટલે ઓમનાથ મહાદેવ ઓમનાથ મહાદેવની આ જગ્યા ખુબ જ પૌરાણિક છે. આશરે 1300 વર્ષ પહેલા પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સૌથી સમૃધ્ધ સૂર્ય મંદિરમાનુ એક સૂર્ય મંદિર પણ આ પરિસરમાં જ આવેલું છે. આ સૂર્ય મંદિર ભારતના પુરાતત્વ ખાતા દ્રારા રક્ષિત જાહેર કરવામાં આવેલું છે. મંદિરની બન્ને બાજુ દેવકા નદીનો અસ્ખલિત પ્રવાહ ચોમાસા દરમ્યાન વહેતો રહે છે. મંદિરની બાજુમાં જ આજુ બાજુના બાર ગામો માટેનું મોક્ષ ધામ આવેલું છે. આ મોક્ષધામ પરિસરમાં નક્ષત્ર વન પણ વિકસાવવામા આવી રહ્યું છે. હવે ઓમનાથ મહાદેવ ઉંબાના પરિસરની વાત કરીએ તો વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઈ સોલંકી દ્રારા સરકારની વિવિધ યોજનાઓ, સાંસદની ગ્રાન્ટ, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની વિવિઘ ગ્રાન્ટમાંથી આ મનોરમ્ય સ્થળે 4-સ્નાન ઘાટ, સ્નાન ઘાટની બાજુમાં આર.સી.સી. પાર્કિંગ, યજ્ઞ કુંડ, પ્રોટેક્શન વોલ, હાયમાસ ટાવર, સ્ટ્રીટ લાઈટ, ટોઇલેટ બ્લોક, કોમ્યુનીટી હોલ, કોમ્યુનીટી હોલની બાજુમાં વિશાળ મેદાન લમાં ભરતી, ઉંબા ગામથી મંદિર સુધી આર.સી.સી. રોડ, મંદિરની બાજુમાં આવેલ મોક્ષઘામની ફરતે પ્રોટેક્શન વોલ, પાણીની ટાંકી, બોર-મોટર જેવા અનેક વિવિધ વિકાસ કાર્ય કરેલ છે. હવે નજીક ના ભવિષ્યમાં દેવકા નદી પર મંદિરની નજીક પ્રોટેક્શન વોલ, વધુ એક સ્નાન ઘાટ, કોમ્યુનીટી હોલના વિશાલ મેદાનમાં પેવર બ્લોક, વોક વે, પાણીની ટાંકી, ભોજનાલય માટે સેડ, કોમ્યુનીટી હોલ ઉપર ઉતારા માટે રૂમ, મંદિર થી ગામ સુધી સ્ટ્રીટ લાઈટ જેવા અનેક વિવિધ વિકાસ કાર્યો નું તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ સોલંકી દ્વારા આયોજન થઇ રહ્યું છે.