પછી તે ટ્રાફિકના નિયમો હોય કે સ્વચ્છતાના કે પછી તહેવારોની ઉજવણી ઉપરના
ધર્મના શાસન માટે નિયમો અને એનું કડક પાલન અત્યંત જરૂ રી
- Advertisement -
હવે તહેવારો આવે એની સાથે તહેવારો પરના પ્રતિબંધો પણ આવે છે. આ પ્રતિબંધો દેખીતી રીતે અળખામણા લાગે પરંતુ લાંબા ગાળે અત્યંત લાભપ્રદ છે. આવું યુરોપ અને અમેરિકાના રળિયામણા દેશોએ સાબિત કરેલું છે… જ્યાં એક સમયે રહેવું પણ કષ્ટપ્રદ હતું એવા યુરોપ અમેરિકાના શહેરો એટલા સુંદર અને રળિયામણા છે કે ભારતીયો ત્યાં ફરવા અને રહેવા જવા આતુર રહે છે.
પ્રતિબંધો અને નિયમો ધર્મના શાસન માટે જરૂરી છે, એ નહિ હોય તો અધર્મનું શાસન આવે છે. અરાજકતા થાય છે.. જેમ ટ્રાફિક નિયમોનું પાલન ના કરીએ અને અરાજકતા સર્જાય એમ…
ધર્મ એક એવી જૂની કાયદા અને ન્યાયની સંસ્થા છે જેણે સદીઓ સુધી માણસને નૈતિક બનાવી રાખ્યો, ધર્મોએ માણસની અંદરની સારપને જગાડીને એને હમેશા અનૈતિક, અપ્રામાણિક અને અન્યાયી બનતા રોક્યો. પરંતુ હવે દેખાય છે કે ધર્મને નામે પણ દુરાચાર થાય છે, અન્યાય થાય છે, અનૈતિક કામ પણ થાય છે. આમ, ધર્મ આજના સમયમાં માણસને ભ્રષ્ટ થતા એટલું બધું નથી રોકી શકતો જેટલું તે પહેલા રોકી શકતો.
અંગ્રેજોએ જ્યારે પ્રથમ વસ્તી ગણતરી કરાવી ત્યારે ભારતમાં એવી જાતિઓ હતી જે માત્ર ધર્મને માનતી, ઈશ્ર્વર કે અવતાર કે કોઈ માણસને નહિ. ઈશ્ર્વર તરીકે ધર્મરાજ / ધર્મદેવ નામના એક જ ઈશ્ર્વરને માનતી. કાળક્રમે આ જાતિઓ એ પ્રચલિત ધર્મ અપનાવી લીધો હોવાનું દેખાય છે.
ભારતની યોગ પરંપરાઓ પણ નિયમો અને અંત:કરણ શુદ્ધિ ઉપર ભાર મૂકે છે. ઈશ્ર્વર બાબતે તે બહુ ખાસ વાત કરતી નથી.
કેમકે જો શુદ્ધ અંત:કરણ હશે અને નિયમોનું દ્રઢ પાલન થાશે તો આપોઆપ આ જગત ઉપર સ્વર્ગનું શાસન આવશે.
- Advertisement -
યુરોપના આજે અતિ વિકસિત અને સુંદર દેખાતા શહેરો એવા સુંદર નહોતા પરંતુ નાગરિકો દ્વારા દ્રઢ નિયમ પાલનથી આજે તે રહેવા લાયક અને ફરવા લાયક બન્યા છે. જાણીતા લેખક સ્વામી આનંદ જેને બરફનું રણ કહી ગયા તે સ્વીત્ઝર્લેન્ડ જવા માટે ફરવાના શોખીનો આતુર રહે છે. બાકી રોગચાળા, ગંદકી ઇત્યાદિ યુરોપના શહેરોમાં ખુબ સામાન્ય બાબતો હતી. બંગાળનું મુર્શિદાબાદ જોઈને અંગ્રેજ શાસનનો સ્થાપક રોબર્ટ કલાઈવ બોલી ઉઠ્યો હતો કે મુર્શિદાબાદની સુંદરતા સામે લંડન એકદમ બદસુરત શહેર છે.
આમ, ધર્મના શાસન માટે અત્યંત જરૂરી છે: નિયમો અને એનું કડક પાલન… પછી તે ટ્રાફિકના નિયમો હોય કે સ્વચ્છતાના કે પછી તહેવારોની ઉજવણી ઉપરના.
બીજા વિશ્ર્વયુદ્ધ પછી વિશ્ર્વની વસ્તીમાં ઉછાળ આવ્યો. એકદમ ઝડપથી વસ્તી વધી. આ સમયથી 1960 સુધીના સમયને બેબી બૂમ કહેવાય છે. એ સમયે જન્મેલા વ્યક્તિને વ્યન્ગમાં “બૂમર” કહેવાય છે. બૂમર શબ્દ ટોણા સ્વરૂપે પણ વપરાય છે જેનો નિહિત અર્થ: જડ જુનવાણી માણસ એવો થાય છે.
આ વધેલી વસ્તીએ વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને વિચારકોનું ધ્યાન ખેંચ્યું. હવે બહુ જરૂરી હતું કે વિશ્ર્વની વસ્તી ક્ધટ્રોલ કરવામાં આવે.કેમકે એ જ દરે જો વસ્તી વધતી રહે તો વિશ્ર્વમાં પાણીથી લઈને તમામ રીસોર્સીસ ની તંગી સર્જાઈ શકે. ઠેર ઠેર યુદ્ધો થાય. જંગલ રાજ આવે.. ટૂંકમાં કહીએ તો અધર્મનું શાસન આવે, કાયદાનું આસ્તિત્વ ચોપડીઓમાં રહે, જેની લાઠી એની ભેંસ એ કાયદો બને.
1968 આસપાસ યુનાઇટેડ નેશન્સ નામની વૈશ્ર્વિક સન્સ્થાએ ખરડો પસાર કર્યો કે ગર્ભ નિરોધકો વાપરવા અને ફેમિલી પ્લાનિંગ કરવું તે માણસનો મૂળભૂત અધિકાર છે. સાથે સાથે યુનાઇટેડ નેશન્સે એવો પણ ખરડો પસાર કર્યો કે કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી રાખવી (એટલે કે કેટલા બાળકો પેદા કરવા) એ કોઈ નક્કી કરી શકે નહિ તે માણસ પોતે જ નકકી કરી શકે. છતાં અમુક દેશોએ બે થી વધારે બાળકો ઉપર પ્રતિબંધ કરેલો છે. ભારતે એવો પ્રતિબંધ કર્યો નથી એથી આજે ભારત વિશ્ર્વનો સહુથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
બાળકો ઉત્પન્ન કરવા ઉપરનો પ્રતિબંધ જરા આકરો છે. પણ એ સિવાયના પ્રતિબંધો ધીરે ધીરે લાડવા અત્યન્ત જરૂરી છે એવું અમેરિકન વિજ્ઞાની ગેરાર્ડ હાર્ડીને પોતાના એક ખુબ જાણીતા શોધપત્ર “ટ્રેજેડી ઓફ કોમન્સ” જણાવ્યું હતું. હાર્ડિન તો બાળકો પેદા કરવા ઉપર પણ પ્રતિબંધના હિમાયતી હતા.
હાર્ડિનના એ પેપરમાં એમણે ખુબ વિસ્તાર પૂર્વક સમજાવેલું કે માણસ કદી સ્વનિયંત્રિત નથી હોતો, એને કુદરતની ઘોર ખોદતો અટકાવવા માટે આકરા નિયંત્રણો જ એક ઉપાય છે. ધર્મ કે ઈશ્ર્વર કે નૈતિક અપીલ થકી માણસ કદી સુધરે એમ નથી. માણસ પોતાના ક્ષુલ્લ્ક સ્વાર્થ ખાતર બીજા હજારો માણસોનું અહિત કરતો હોય છે.
હાર્ડીને અભ્યારણ્યોમાં માણસોને જવા ઉપર, લાઉડ સ્પીકર વગાડવા ઉપર, નદી નાળામાં પ્રદુષિત રસાયણો નાખવા ઉપર, ગોચરની જમીનો ઉપર, ફાર્મિંગ અને ફિશિંગ ઉપર… એવી અનેક બાબતો ઉપર પ્રતિબંધ સજેસ્ટ કરેલા. એમાંથી અમુક પ્રતિબંધ આજે અમલમાં આવેલા છે. ધીરે-ધીરે કદાચ પોપ્યુલેશન ક્ધટ્રોલ પણ આવશે.
પ્રતિબંધો જરૂરી છે જેથી આવતી પેઢી એક સુંદર જગતને જોઈ શકે. પ્રતિબંધો ભારતમાં ખાસ જરૂરી છે જેથી આવતી પેઢી પણ હિમાલય ફરવા જઈ શકે, પ્રતિબંધો જરૂરી છે જેથી આવનાર પેઢીના લોકો ધર્મનું રાજ જોવા પામે, ધર્મને નામે અધર્મનું રાજ નહિ.