ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ રેન્જ આઈજીપી નીલેશ જાંજડીયા સૂચના અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, નિકિતા શિરોયા, બી.સી.ઠક્કર, દિનેશ કોડિયાતર, અને રોહિતકુમારની રાહબરી હેઠળ એલસીબી અને એસઓજી પોલીસ સહીત જિલ્લાના પોલીસ કર્મચારીઓ દ્વારા થર્ટીફસ્ટ અને ન્યુયરની ઉજવણીમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે સતત વોચ રાખીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. થર્ટી ફસ્ટને ધ્યાને રાખીને જિલ્લા ભરમાં પોલીસ દ્વારા 40 ચેક પોસ્ટ ઉભી કરીને સતત રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકીંગ ગોઠવામાં આવ્યું હતું જેમાં નશો કરીને વાહન ચલાવતા ચાલકો તેમજ દારૂની હેરફેર કરતા ઈસમો સામે લાલ આંખ કરી હતી અને થર્ટી ફસ્ટની ઉજવણીમાં નશો કરીને નીકેળેલા નશેડીઓની શાન ઠેકાણે લાવી હતી અને 100થી વધુ લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.આમ થર્ટી ફસ્ટમાં છાકટા બનીને રોફ જમાવનાર ઈસમોમાં ફાફડાટ ફેલાયો હતો.જેમાં કાળા કલરની કાચ તેમજ વગર નંબર પ્લેટ સહીત દારૂ ઢીંચીને નીકેળેલા ઈસમો સામે જિલ્લા પોલીસે ધોંસ બોલાવી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસે થર્ટીફર્સ્ટ અને ન્યુયરના દિવસે નશેડીઓની શાન ઠેકાણે લાવ્યા
