ફરિયાદ જાહેર કર્યા વગર ગુજરાત મિનરલ્સ એક્ટની કલમો લગાડી અરજદારનું વાહન કર્યું હતું કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા કબજે કરેલ વાહનને છોડવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરીયાદ જાહેર કર્યા વગર ગુજરાત મીનરલ્સ એકટની કલમો લગાડી અરજદારનું વાહન કબ્જે કરવામાં આવેલ હતું.
- Advertisement -
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ખાણ ચલાવી બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું ખોદકામ કરી વહન કરતાં હોવાના આક્ષેપો લગાવી અરજદાર રાજુભાઈ રાણાભાઈ ઓડેદરા તથા લખમણ ઓઘડભાઈ મોઢવાડીયાનું વાહન ડમ્ફર કબ્જે કરવામાં આવેલ હતું. જે વાહન પરત મેળવવા માટે અરજદારો દ્વારા પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી એમ.જી.શિંગરખીયાને વકીલ તરીકે રોકી તે વાહન પરત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવેલી હતી. જે પીટીશનની સુનવણી હાથ ઘરવામાં આવતાં સામાપક્ષે આરોપીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલી હતી કે, સદરહું વાહન ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રીતે કબ્જે કરવામાં આવેલ છે, આજદિન સુધી કોઈ જ ફરિયાદ નોંધવામાં આવેલ નથી, ગુજરાત મીનરલ્સ રુલ્સ 2017 ના મેન્ડેટરી પ્રોવીઝન્સ મુજબની સમય મર્યાદામાં ફરીયાદ દાખલ થયેલ નથી, તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નથુભાઈ જીણાભાઈ ગમારાના ચુકાદમાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંત મુજબ જામીન કે બેંક ગેરેંટી વગર વાહન પરત સોંપવા અરજ કરેલી. તે તગામ ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે અરજદાર રાજુભાઈ રાણાભાઈ ઓડેદરા તથા લખમણ ઓઘડભાઈ મોઢવાડીયાના વાહન જામીન કે બેંક ગેરંટી વગર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફ થી એમ.જી. શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા, પંકજ બી. પરમાર, રીનાબેન ખુંટી તથા અયાન મનસુરી રોકાયેલા હતા.



