મુખ્યમંત્રીએ કહ્યું કે, મહિલાઓએ મને ફરિયાદ કરી છે કે તેઓ તાજેતરની ઘટનાઓને કારણે રાજભવન જવાથી ડરે છે, સૂત્રો મુજબ હવે રાજ્યપાલે આ નિવેદનને લઈ CM સહિતના નેતાઓ સામે દાખલ કર્યો માનહાનિનો કેસ
પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ તેમની એક દિવસ પહેલા કરેલી ટિપ્પણી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે રાજભવનમાં તાજેતરની ઘટનાઓથી તેઓ ત્યાં જતાં ડરી ગયા છે. અગાઉના દિવસે રાજ્યપાલે બેનર્જીની ટિપ્પણીની ટીકા કરી હતી એમ કહીને કે જનપ્રતિનિધિઓ પાસેથી ‘ખોટી અને બદનક્ષીભરી છાપ’ ન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે.
- Advertisement -
સૂત્રએ જણાવ્યું કે રાજ્યપાલે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા વિરુદ્ધ સમાન ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાજ્ય સચિવાલયમાં એક વહીવટી બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, મહિલાઓએ મને ફરિયાદ કરી છે કે તેઓ તાજેતરની ઘટનાઓને કારણે રાજભવન જવાથી ડરે છે.
સૂત્રએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટમાં જઈને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમના પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બદલ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ કોલકાતા પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.