ચૂંટણી પહેલાં જ ભાજપમાં ડર : રાજ્ય સરકાર કોઇ પણ વર્ગના લોકોને નારાજ કરવા માંગતી નથી
ચૂંટણી પહેલાં જ ભાજપ બેક ફૂટ પર
ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. પરંતુ તે પહેલાં જ ભાજપ બેકફુટ પર આવી ગયો. તાજેતરમાં જ લવાયેલા બે નિર્ણય પરત ખેંચવાની તૈયારી કરી રહી છે. જેમાં એક રખડતા ઢોર અને બીજો પરી તાપી નર્મદા ઇન્ટરલિંકિંગ પ્રોજક્ટ અંગેનો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ગઇકાલે કહ્યું કે ભૂપેન્દ્ર સિંહની સરકાર રાજ્ય માંથી રખડતા ઢોર મામલે પશુપાલકોએ લાઇસન્સ રાખવું જરુરી હોવાનું વિધેયક પાછુ ખેંચી શકે છે. અગાઉ 29 માર્ચે પણ પાટીલે પરી તાપી નર્મદા નદીને ઇન્ટરલિંક કરવાના પ્રોજેક્ટને પાછું ખેંચવાની વાત કરી હતી. આ પ્રોજક્ટનો આદિવાસી સમુદાયે વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રોજેક્ટથી તેમને પોતાની જમીન ગુમાવવાનો વારો આવશે.
- Advertisement -
સીઆર પાટીલે સોમવારે કહ્યું હતું કે મને લાગે છે કે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ રાજ્યમાં રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે ઘણી જોગવાઇઓ છે. કેટલાક નેતાઓએ મને આ અંગે આવેદન આપ્યું છે અને મેં સીએમ સાથે આ મામલે વાત કરી તેમને વિચાર કરવાનું જણાવ્યું છે. તેમનું વલણ પણ સકારાત્મક હતું, મને લાગે છે કે સરકાર રખડતા ઢોરના વિધેયક મામલે પુન: વિચાર કરશે.
માનવામાં આવે છે કે આ વર્ષના અંકે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેથી સરકાર કોઇ પણ વર્ગના લોકોને નારાજ કરવા માંગતી નથી. જ્યારે પશુઓ અંગેના વિધેયકનો કોંગ્રેસ પણ જોરદાર વિરોધ કરી રહી છે.



