ગીરમાં સિંહોના વસવાટ નજીક જ બાંધકામ માટે છૂટ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર એશિયામાં એકમાત્ર સિંહોનો વસવાટ ફરી ગીરના જંગલોમાં છે અને તે અભ્યારણ કે રક્ષીત વિસ્તાર પણ જાહેર કરવામાં આવ્યા છે. જયાં માનવીય પ્રવૃતિઓ પર નિયંત્રણ છે પણ હાલમાં જ ગુજરાત સરકારે જારી કરેલા એક પરિપત્રથી ચિંતા સર્જાય તેવી સ્થિતિ છે.
સરકારે 2015માં ઈકોસેન્સિટિવ ઝોન હેઠળ જે વિસ્તારોનો હાલમાં સમાવેશ કરાયો તેનો વ્યાપક વિરોધ થયો હતો અને તે એક રાજકીય મુદો પણ બની ગયો હતો. જેમાં સરકારે ચાલાકીપૂર્વક વિરોધીઓની માંગણીને સ્વીકારી લીધી છે.
2015માં એ પરિપત્રમાં સિંહ વસાહત આસપાસ બાંધકામ કે અન્ય માનવ પ્રવૃતિ પર જે નિયંત્રણો મુકવામાં આવ્યા હતા તેમાં મોટી છૂટછાટ મળી છે અને તેમાં ખાસ કરીને આ પ્રકારની પ્રવૃતિ પર જેનું મોનેટરીંગ હોય છે તે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની સતાઓ ઘટાડીને હવે ઈકોસેન્સિટિવ ઝોનમાં બાંધકામ વિ.ની મંજુરી આપવા માટે જીલ્લા સ્તરની એક કમિટિ બનાવી ખાસ સતાઓ અપાશે.
સરકારે જે રીતે પરિપત્રમાં સુધારો કર્યો છે તે મુજબ આ ક્ષેત્રમાં હોટેલ-રિસોર્ટ હોમ સ્ટે તથા વ્યાપારી અને ઔદ્યોગીક પ્રવૃતિ અને તેના બાંધકામ માટે આ જીલ્લા સ્તરની કમિટિ મંજુરી આપશે.
આ કમિટિના અધ્યક્ષપદે જીલ્લા કલેકટર રહેશે. તેના સભ્ય તરીકે ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) અને જીલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) ઉપરાંત જે તે જીલ્લાના પોલીસ વડા (એસપી) રહેશે. આ પરિપત્રમાં ગીર અભ્યારણ, માલીયા અભ્યારણ, ગીર નેશનલ પાર્ક અને માનીયા ક્ષેત્રનો સમાવેશ કરાયો છે.
2015ના પરિપત્ર મુજબ આ ક્ષેત્રમાં હોટેલ, રીસોર્ટ અને હોમ સ્ટે સુવિધા જે તે અભ્યારણના બે કી.મી. સુધીના વિસ્તારોમાં થઈ શકશે. જેની લો-રાઈઝ બિલ્ડીંગને મહતમ 13.5 મીટર ઉંચાઈના બનશે. ઈકો સેન્સિટિવ ઝોનમાં તે 5% ક્ષેત્રમાં નો-ઓબ્જેકટની સર્ટીફીકેટ બાદ તે શકય બનશે. જો કે તેમાં કોઈ અન્ય ઔદ્યોગીક કે વ્યાપારી પ્રવૃતિ થઈ શકશે નહી.
આજ રીતે ઈકોસેન્સિટિવ ઝોનમાં રહેણાંક માટે 25% ક્ષેત્રમાં ઉદ્યોગો માટે 15% એરીયામાં મંજુરી અપાશે જે 2થી5 કીમીના એરીયા સુધી મર્યાદીત રહેશે. આજે તેના માટે નો ઓબ્જેકશન સર્ટી મેળવવુ પડશે અને હોમ સ્ટે જેથી સુવિધાને પણ તે લાગુ પડે છે.
જો કે વાઈલ્ડ લાઈફ સાથે જોડાયેલા અભ્યાસુમાં સરકારનો આ પ્રકારની છુટછાટનો વિરોધ કરે છે. ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના પુર્વ સભ્ય ભૂષણ પંડયા એ આ સુધારાને કમનસીબ ગણાવ્યો અને કહે છે કે આ છુટછાટ અપાતા ગીર અભ્યારણ સહિતના ક્ષેત્રમાં હોટેલ-રિસોર્ટ જે ખાસ કરીને સંરક્ષિત ક્ષેત્રમાં તેની નજીક જ ખુલવાની મંજુરી મળી જશે.
જે લાયન કોરીડોર તરીકે ઓળખાતા ક્ષેત્રમાં સિંહોની અવરજવર સામે પ્રશ્ર્નો સર્જાશે તેનાથી સિંહો અને માનવ વચ્ચેની ટકકર પણ વધશે અને વાઈલ્ડ લાઈફને પણ અસર થશે. જંગલ વિભાગના અધિકારીઓ પણ આ પરિપત્રને પર્યાવરણ, જંગલ અને કલાઈમેટ ચેન્જ વિભાગની ગાઈડલાઈનનો ખુલ્લો ભંગ ગણાવે છે.
હવે આ પ્રકારના બાંધકામને મંજુરી આપવી પડશે. વાસ્તવમાં ઈકો સેન્સિટિવ ઝોનના નિમણુંક પાલન કરવા જે કમિટિ હોવી જોઈએ તે નહી હોવાથી આ પ્રકારની મંજુરી આપવા કમિટિ બનાવાઈ છે. આ અંગે ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટ જયપાલસિંઘ કહે છે કે ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની સતાઓમાં કોઈ કાપ મુકાયો હોય તો તેની તેઓને જાણ નથી.
સરકારે અભ્યારણ અને ઈકો સેન્સિટિવ ઝોનમાં હોટેલ, રિસોર્ટ, હોમ સ્ટે ઉપરાંત ચોક્કસ ક્ષેત્રમાં ઉદ્યોગોને પણ મોટી છૂટછાટ આપી: વન વિભાગના અધિકારીઓ પણ નારાજ