અગમચેતીનું પગલું…. ડુંગળીને લઈને કોઈ સમસ્યા ઊભી થશે નહીં
ખાસ-ખબર સંવાદદાતા
સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના બફર સ્ટોક કરતાં 20 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારે 2.51 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક તરીકે રાખ્યો હતો. સરકાર શેલ્ફ લાઇફ વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે ડુંગળીનો સંગ્રહ કરવાની ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહી છે.
- Advertisement -
જો નીચી સપ્લાય સિઝન દરમિયાન દરો નોંધપાત્ર રીતે વધે તો કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ હેઠળ બફર સ્ટોક જાળવવામાં આવે છે. તહેવારોની સિઝનમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે આ વર્ષે 3 લાખ ટન સુધીનો મજબૂત બફર સ્ટોક રાખ્યો છે, જેના કારણે ડુંગળીને લઈને કોઈ સમસ્યા થશે નહીં.
સરકારે બફર સ્ટોક માટે જે ડુંગળી ખરીદી છે તે તાજેતરમાં પૂરી થયેલી રવી સિઝનની છે. હાલમાં ખરીફ ડુંગળીની વાવણી ચાલી રહી છે અને તેની આવક ઓક્ટોબરમાં શરૂ થશે. સામાન્ય રીતે, જ્યાં સુધી તાજો ખરીફ પાક બજારમાં ન આવે ત્યાં સુધી છૂટક બજારોમાં ડુંગળીના ભાવ 20 દિવસ કે તેથી વધુ સમય સુધી દબાણ હેઠળ રહે છે. પરંતુ આ વખતે કોઈ સમસ્યા નહીં થાય.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ઇઅછઈ સાથે મળીને, ગ્રાહક બાબતોનું મંત્રાલય ડુંગળીને સ્ટોકમાં રાખવા માટે ટેક્નોલોજીનું પરીક્ષણ કરી રહ્યું છે. પ્રયોગાત્મક ધોરણે, મહારાષ્ટ્રના લાસલગાંવમાં કોબાલ્ટ-60માંથી ગામા રેડિયેશનથી ઇરેડિયેટેડ 150 ટન ડુંગળીનો ઉપયોગ કરી રહ્યા છીએ. જે ડુંગળીની શેલ્ફ લાઇફ વધારશે.