ફિલ્મ ગોડફાધરમાં એમને જે કિરદાર નિભાવ્યો છે એ કિરદારને આજ પણ લોકો યાદ કરે છે. જેમ્સ એ એમના શરૂઆતી દિવસોમાં ઘણા સ્ટેજ શો માં પણ કામ કર્યું હતું.
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેમ્સ કાનનું 82 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું છે. ગોડફાધર અને Brian’s Song જેવી ફિલ્મોથી દર્શકો વચ્ચે અલગ જગ્યા બનાવનાર જેમ્સ કોન એ ઘણા વર્ષો સુધી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે. જો કે એમના નિધનથી આખી હોલિવૂડ ઇન્ડસ્ટ્રી શોકમાં છે અને એક સારા એવા એક્ટરને આજે હોલીવુડ ઇન્ડસ્ટ્રીએ ખોઈ નાખ્યો છે.
- Advertisement -
End of tweet pic.twitter.com/5nYROFB2dp
— James Caan (@James_Caan) April 19, 2022
- Advertisement -
જેમ્સના ટ્વિટર હેન્ડલથી એમના નિધની જાણકારી લોકો સુધી પંહોચડવવામાં આવી છે. એમના પરિવારે ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઘણા દુખ સાથે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 6 જુલાઇના રોજ સાંજે એમનું નિધન થઈ ગયું છે. એમના ચાહકો અને ફેન્સની લગણીઓની અમે કદર કરી છીએ. આ મુશ્કિલ સમયમાં અમારા પરિવારના અંગત જીવનનું ધ્યાન રાખજો.’ જો કે જેમ્સના જવાથી આખી ઇન્ડસ્ટ્રી દુખી છે અને લગાતાર હોલિવૂડના સેલેબ્સ એમણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
જેમ્સ કાન એ ઘણી અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું છે અને અલગ અલગ કિરદારો પણ નિભાવ્યા છે. એમણે માઈજરી, એલ્ફ, થીફ, ગોડફાધર part 2, બ્રાયન્સ સોંગ, ધ ગૈમ્બલર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ ફિલ્મ ગોડફાધરમાં એમને જે કિરદાર નિભાવ્યો છે એમણે આજ પણ લોકો યાદ કરે છે. જેમ્સ કાન એ એમના શરૂઆતી દિવસોમાં ઘણા સ્ટેજ શો માં પણ કામ કર્યું છે અને એ પછી એમને બ્લડ, સ્વેટ એન્ડ સ્ટાઈનલી પુલમાં પીટર ફૉંડાનો કિરદાર નિભાવ્યો હતો. એ પછી એમણે ફિલ્મોમાં મહેમાન ભૂમિકા નિભાવવાની શરૂઆત કરી હતી .
It is with great sadness that we inform you of the passing of Jimmy on the evening of July 6.
The family appreciates the outpouring of love and heartfelt condolences and asks that you continue to respect their privacy during this difficult time.
End of tweet
— James Caan (@James_Caan) July 7, 2022
જેમ્સ કાનની થોડી સારી એવી ફિલ્મો વિશે વાત કરીએ તો એમને ‘કાઉંટડાઉન’, ધ રેન પીપલ, ફની લેડી જેવી ઘણી સારી ફિલ્મો કરી છે, જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. એ વર્ષ 2021માં સ્ક્રીન પર નજર આવ્યા હતા. રોમેન્ટિક-કોમેડી ફિલ્મ કવીન બીજ એમની છેલ્લી ફિલ્મ છે.
જો કે જેમ્સ કાન એમની એક્ટિંગને લઈને જેટલા ચર્ચામાં હતા એટલા જ ચર્ચમાં એમના અંગત જીવનને લઈને પણ હતા. ક્યારેક ડ્રગ્સને લઈને ખબરોમાં બની રહેતા તો ક્યારેક એમના ગુસ્સાને લઈને હેડલાઇન બનાવતા હતા. એમની લવ લાઈફ પણ એટલા જ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. એમણે ચાર વખત લગ્ન કરી અને ડિવોર્સ લઈ ચૂક્યા છે.