બે કરોડના ખર્ચે પુલ મંજૂર થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે ઘાણો નદી પરના પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. સૌપ્રથમ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનું ભાજપ અગ્રણી કનુભાઈ ધાખડા દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરાયું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત રીતે વિધિ કરી નવા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘાણો નદી પર નવો પુલ બનતા હવે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે. કારણે ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવવાથી બન્ને સાઇડનુ ધોવાણ થતું. અને અવરજવરમાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડતી હતી. ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અર્થાક પ્રયત્નોથી ઘાણો નદીનો રૂપિયા બે કરોડના ખર્ચે પુલ મંજૂર થયો છે. આ બાબતે ભાજપ અગ્રણી કનુભાઈ ધાખડાએ જણાવ્યું કે, વાવેરા ગામમાં ઘાણો નદી ઉપર નવો પુલ મંજૂર થતા ગ્રામજનોને મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે. અને ચોમાસાની ઋતુ દરમિયાન ઘાણો નદીમાં ઘોડાપૂર આવી જતા ગ્રામજનોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડતી હતી. જેથી હવે નવો પુલ મંજુર થતાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનો આભાર વ્યક્ત કરું છું. આ તકે રાજુલા નાગરિક બેન્કના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, ભરતભાઈ જાની, સમીરભાઈ કનોજીયા, પૂર્વ સરપંચ વાવેરા બીસુભાઈ ધાખડા, પ્રતાપભાઈ ધાખડા, ગોવિંદભાઈ સાખટ, હરેશભાઈ કાછડ તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.



