આજે 29 માર્ચે શનિશ્વરી અમાસના દિવસે પર સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2.21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.14 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે.
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ, શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ મીન રાશિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થશે. યોગાનુયોગ, ન્યાયના દેવતા શનિ પણ આ દિવસે ગોચર કરશે. આ પછી બીજા દિવસે એટલે કે 30 માર્ચે ચૈત્ર નવરાત્રી શરૂ થશે. એટલા માટે આ સૂર્યગ્રહણ ભારતીયો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ કે ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ કયા સમયે થશે અને તેનો સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે કે નહીં.
- Advertisement -
કેટલા વાગે થશે સૂર્યગ્રહણ?
29 માર્ચે શનિશ્વરી અમાસ પર સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2.21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.14 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે.
શું ભારતમાં દેખાશે સૂર્યગ્રહણ?
- Advertisement -
ના, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. તેથી, આ સૂર્યગ્રહણની ભારતમાં રહેતા લોકો પર કોઈ ખાસ અસર થશે નહીં.
ક્યાં-ક્યાં દેખાશે સૂર્યગ્રહણ?
29 માર્ચે થનારું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, આંશિક ઉત્તર અમેરિકા, ઉત્તર એશિયા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા, યુરોપ, ઉત્તર ધ્રુવ, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે. તેથી, આ સ્થળોએ ગ્રહણની અસર વધુ જોવા મળશે. ભારતમાં રહેતા લોકો નાસા દ્વારા કરવામાં આવનાર લાઇવ સ્ટ્રીમ દ્વારા આ સૂર્યગ્રહણનું દ્રશ્ય જોઈ શકશે.
શું નરી આંખે સૂર્યગ્રહણ જોઈ શકાય?
ખગોળશાસ્ત્રીઓ કહે છે કે સૂર્યગ્રહણ ક્યારેય નરી આંખે ન જોવું જોઈએ, કારણ કે તેમાંથી નીકળતા હાનિકારક કિરણો આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્મા અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો.
શું ભારતમાં સુતક કાળ માન્ય રહેશે?
સામાન્ય રીતે ભારતમાં, સૂર્યગ્રહણ દેખાય તેના 12 કલાક પહેલા સૂતક કાળ લાગી જાય છે. આ દરમિયાન ઘણી સાવચેતીઓનું પણ પાલન કરવું પડે છે. આ દરમિયાન ન તો કોઈ પૂજા-પાઠ કરવામાં આવે છે અને ન તો ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવામાં આવે છે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી, તો તેનો સૂતક કાળ પણ અહીં માન્ય નથી.
શું છે સૂર્યગ્રહણ?
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડવા લાગે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યાં પણ આ પડછાયો પડે છે, ત્યાં કાં તો સૂર્ય દેખાતો નથી અથવા સૂર્યનો મોટો ભાગ કાળો દેખાય છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણની ધાર્મિક માન્યતા
પુરાણો અનુસાર, પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ સમુદ્ર મંથન સમયે થયું હતું. રામાયણના અરણ્યકાંડમાં પણ સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે તે દિવસે ભગવાન રામે ખર-દુષણનો વધ કર્યો હતો. મહાભારત કાળ દરમિયાન, જે દિવસે પાંડવો જુગારમાં હારી ગયા હતા, તે દિવસે પણ સૂર્યગ્રહણ હતું. મહાભારત યુદ્ધના 14મા દિવસે, જ્યારે અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો, ત્યારે પણ સૂર્યગ્રહણ હતું. જ્યારે કૃષ્ણની નગરી દ્વારકા ડૂબી હતી, ત્યારે પણ સૂર્યગ્રહણ થયું હતું.
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.