પંચસ્તરીય મોડલ ફોર્મની 1200 વધુ ખેડૂતોએ મુલાકાત કરી માર્ગદર્શિત થયા
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ,
રસાયણિક મુક્ત અન્ન ઉત્પાદન આજના સમયની માંગ છે. જેથી ખેડૂતોને પણ નહીંવત ખર્ચમાં લોકોના રસાયણ મુક્ત અન્ન ઉત્પાદનથી ઉપજના વધુ ભાવો મળે છે અને સાથે સાથે લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણનુ જતન થાય છે. વેરાવળ તાલુકાના બોળાસ ગામના ખેડૂત દેવશીભાઈ મેરામણભાઈ સોલંકી બે હેક્ટર જેટલી જમીન ધરાવે છે. તેઓ 6 વર્ષથી પ્રાકૃતિક કૃષિ ખેતીની સાથે સાત ગીર ગાયોનું પાલન કરે છે. દેવશીભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, એક હેક્ટર જમીનમાં પંચસ્તરીય (મિશ્ર પાક) જેવા કે નારીયેળી, કેળ, સરગવો, વિવિધ શાકભાજી પાકો અને ફળ-ફળાદી પાકોનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનાં તમામ આયમો દ્વારા પંચતરીય મોડલ ફાર્મ બનાવ્યુ છે.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, મોડલ ફાર્મ પર જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનનું પૃથ્થકરણ કરાવતા ઓર્ગેનિક કાર્બન 1.05% જેટલો નોંધાયો છે તથા અળસિયાનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યુ છે અને જમીનની ફળદ્રુપતા પણ વધી છે. મોડેલ ફાર્મ દ્વારા કેળ અને શાકભાજી પાકનાં મિશ્ર મોડલ દ્વારા છ મહિનામાં અંદાજે રૂા.3.50 લાખનું ઉત્પાદન મેળવ્યુ છે. તેમનું ગ્રેડિંગ પૈકીગ દ્વારા મોડેલ ફાર્મ પરથી ઉત્પાદનનું સીધું વેચાણ થાય છે. આ પંચસ્તરીય મોડલ ફોર્મ પર ગુજરાત રાજ્ય સહિત જિલ્લાભરના અંદાજીત 1200થી વધુ ખેડૂતો દ્વારા મોડેલ ફાર્મની મુલાકાત લઇ પંચસ્તરીય મોડલ ફોર્મ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું.