પોલીસે એક જ આરોપીને પકડ્યો, ચાર શખ્સોને છોડી મૂક્યાનો પરિવારનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ત્રણ દિવસ પૂર્વે થયેલી હત્યામાં એ ડિવિઝન પોલીસે એક આરોપીની ધરપકડ કરી ગઈકાલે રી-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું દરમિયાન આજે ભોગ બનનાર યુવકના પરિવારજનો રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ ધસી આવ્યા હતા અને પોલીસે એક જ આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય ચાર લોકોને છોડી મૂક્યાનો આક્ષેપ કર્યો છે સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્યામાં મૃતકનો ફોટો સાથેનું બેનર લઈને સીપી કચેરીએ આવ્યા હતા અને કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
રાજકોટના ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતો અને યાજ્ઞિક રોડ ઉપર કપડાના શોરૂમમાં નોકરી કરતો ધાર્મિક મકવાણા ત્રણેક દિવસ પૂર્વે મિત્રના બર્થડે સેલિબ્રેશનમાં ગયો હતો અને રાત્રે બધા મિત્રો ચા-નાસ્તો કરવા મોમાઈ હોટલ ખાતે ગયા હતા ત્યાં ફૂટપાથ ઉપર સુતેલા ભિક્ષુકને હેરાન કરવા મુદ્દે ધાર્મિક સાથે ઝઘડો થયો હતો જેમાં પેડક રોડ ઉપર રહેતા મયુર લઢેરે છરીથી હુમલો કરતા છાતીના નીચેના ભાગે ગંભીર ઇજા થતા તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી દરમિયાન આજે ભોગ બનનાર યુવકના પરિવારજનો પોલીસ કમિશ્નર કચેરીએ ધસી આવ્યા હતા અને પોલીસે એક જ આરોપીને પકડ્યો છે જયારે ચાર આરોપીને જવા દીધા હોવાના આક્ષેપ સાથે તેમને પણ પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.



