ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાબલપુર ચોકડી નજીકથી થોડા દિવસ પહેલા કાર પર એમએલએનું બોર્ડ લખી નીકળેલો પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીનો નકલી પીએ રાજેશ જયંતિ જાદવ નામનો શખ્સ પકડાયો હતો. આ શખ્સ પકડાયા બાદ તેની સામે એ-ડીવીઝનમાં લગ્નના નામે છેતરપીંડી કર્યાની, સી-ડીવીઝનમાં નોકરી અપાવવાની લાલચ આપી 4.75 લાખ પડાવી લેવા અંગેની તેમજ માણાવદર પોલીસ સ્ટેશનમાં કોરોનામાં મૃત્યુ થયુ તે બદલ સહાય અપાવવા અને મહિલાના પુત્રને નોકરી અપાવવા લાલચ આપી 18.50 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ થઇ હતી. માણાવદરમાં એક ભોગ બનનારે પોલીસને લેખિત ફરિયાદ આપી જેમાં ગંભીરતાને ઘ્યાને લઇને એસ.પી.હર્ષદ મહેતાએ નકલી પી.એ.રાજેશ જાદવાની સંપત્તી અને મિલ્કત માટેની તપાસ માટે કેશોદ ડીવાયએસપી બી.સી.ઠકકર અને માણાવદર સી.પી.આઇ.ટી. આર.ભટ્ટની સીટની ટીમ બનાવી છે. આ બંન્ને અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજેશ જાદવે કરેલી તમામ છેતરપીંડીની રકમથી ખરીદ કરેલ મિલ્કત અને તેના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેકશનની તપાસ કરવામાં આવશે. એસ.પી.એ જણાવ્યુ હતુ કે, હાલ નકલી પી.એ.રાજેશ જાદવના બેંક એકાઉન્ટ સીઝ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નકલી મંત્રીની મિલ્કત તેમજ બેંક ટ્રાન્ઝેકશનની વિગતોની ચકાસણી થશે
