ખાસ-ખબર સંવાદદાતા
કેન્સર સામે લડવાની પોતાની યોજના હેઠળ યુરોપિયન સંઘે ફલેવર્ડ હીટેડ એટલે કે સુંગધવાળા ઇલેક્ટ્રોનિક તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૃ કરી દીધી છે.
યુરોપીય સંઘ (ઇયુ)ની કાર્યકારી શાખા યુરોપિયન આયોગે બુધવારે જણાવ્યું હતું કે યુરોપના 27 દેશોમાં આ પ્રકારના તમાકુ ઉત્પાદનોની માત્રામાં જોવા મળી રહેલી ઉલ્લેખનીય વૃદ્ધિની વચ્ચે તેના પર પ્રતિબંધ લગાવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આયોગના તાજેતરના એક અહેવાલ અનુસાર ઇયુના પાંચથી વધુ દેશોમાં વિશેષ સુંગધવાળા ઇલેક્ટ્રોનિક તમાકુ ઉત્પાદનોનું વેચાણ દસ ટકા વધી ગયું છે. તમામ 27 દેશોમાં ઇલેક્ટ્રોનિક તમાકુ ઉત્પાદનોનું સરેરાશ વેચાણ 2.5 ટકા વધ્યું છે. આ દરમિયાન યુરોપિયન યુનિયન ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફરના નિયમાનેે પણ પરંપરાગત બેકિંગ ટ્રાન્સફર જેમ જ મની લોન્ડરિંગ નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
- Advertisement -
યુરોપના 27 સભ્ય દેશોએ આ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે.