કૂમી કપૂરની બેસ્ટ સેલર બૂક ‘ધી ઈમરજન્સી: અ પર્સનલ હિસ્ટરી’ હવે ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ
લેખિકા કૂમી કપૂરના પુસ્તક ધી ઈમરજન્સીનો ગુજરાતી અનુવાદ સૌરભ શાહે કર્યો છે અને સત્ત્વ પબ્લિકેશન દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે
- Advertisement -
‘ધી ઈમરજન્સી’ પુસ્તકમાં કટોકટીની પડદા પાછળની હકીકતોને પાનાં-પાનાં પર આલેખાઈ
ભારતીય લોકશાહીના ઈતિહાસનું કલંકિત પ્રકરણ એટલે 1975માં દેશ પર થોપવામાં આવેલી કટોકટી. 1975ની જૂનની 25મીએ આખા દેશ પર લાદવામાં આવેલી ઈમરજન્સીનો 19 મહિનાનો કાળ ભારત માટે ઘનઘોર અંધકારયુગ હતો. નાગરિકોના મૂળભૂત અધિકારો અને માનવઅધિકારો સુદ્ધાં તત્કાલિન શાસકો દ્વારા છીનવી લેવાયા હતા. સેંકડો નિર્દોષ લોકો શાસનના અત્યાચારોનો ભોગ બન્યાં, અનેકોને જેલોની કાળકોટડીમાં કેદ કરવામાં આવ્યા. તે વખતના શાસકોએ આ દેશને બાપીકી જાગીર હોય એ રીતે વાપર્યો હતો, રગદોળ્યો હતો. આજની પેઢી આ પ્રકરણથી ઘણેઅંશે અજાણ છે. નવી પેઢીને અને જેમણે આ દિવસો જોયા હતા, ભોગવ્યા હતા, એમને પણ ભારતીય ઈતિહાસના આ કાળા દિવસો દરમિયાન શું બન્યું હતું એની સિલસિલાબંધ તવારીખ કહેતું બહુમૂલ્ય પુસ્તક એટલે કૂમી કપૂર લિખિત – ધી ઈમરજન્સી. વાંચીને રૂંવાડા ખડા થઈ જાય એવા રોમાંચક થ્રિલરની શૈલીમાં લખાયેલા આ ઐતિહાસિક દસ્તાવેજનો અદ્દભુત અનુવાદ લોકપ્રિય સર્જક સૌરભ શાહે કર્યો છે જે દરેક ગુજરાતીએ વાંચવા જેવો છે, નવી પેઢીને વંચાવવા જેવો છે. ખાસ કરીને હવે સમય આવી ગયો છે, નવી પેઢી પણ અંગ્રેજી ભાષામાં કૂમી કપૂર લિખિત અને ગુજરાતી ભાષામાં સૌરભ શાહ અનુવાદિત પુસ્તક ધી ઈમરજન્સી દ્વારા ભારતીય લોકશાહી પર કલંક કહેવાતી કટોકટી વિશેની દરેક બાબતને જાણે, સમજે અને વિચારે..
‘ધી ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલ 400 પાનાનું દળદાર પુસ્તક છે. સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કર્યો છે. દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ અને સૌથી મોટું લોકતંત્ર હોવાનું માન મળ્યું છે, તે દેશમાં પોતાની સત્તા બચાવવા એક જ વ્યક્તિ આંતરિક વિખવાદના નામે કટોકટી લાદે તેના મૂળરૂપ બનાવો અને ત્યારબાદના અત્યાચારોની સાલવાર યાદી પુસ્તકની શરૂઆતે આપેલી છે. આ પુસ્તકની શરૂઆતથી લઈ અંત સુધી કટોકટીની કેટકેટલીયે દિલચસ્પ અને અજાણી ઘટનાઓ, વાતોનો ઉલ્લેખ છે જે જાણવા જેવો છે. ગુજરાત અને ગુજરાતી ભાષા સમજતા પ્રખર અને વિદ્વાન વ્યક્તિઓ એક જ આશા અને અપેક્ષા છે કે, દરેક ગુજરાતી વાંચવા, સમજતા, બોલતા લોકો કટોકટીની પડદા પાછળની હકીકતોને પાનાં-પાનાં પર આલેખાયા પુસ્તક ધી ઈમરજન્સી ખાસ વાંચે.. વાંચે.. અને વાંચે જ..
- Advertisement -
‘ધી ઈમરજન્સી’ પુસ્તક માટે કોણે-કોણે આપી પ્રતિક્રિયા…
‘નવી પેઢીને લોકશાહી વિશે તથા વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મહત્ત્વ વિશે ખ્યાલ આવશે.’
– કિરીટભાઈ ગણાત્રા
‘દરેક પ્રકરણ થ્રિલર નવલકથાથી કમ નથી. પણ આ પુસ્તક નવલકથા નથી, ઈતિહાસ છે. એના એકેએક શબ્દ પાછળ સત્યનો રણકો છે.’
– કિશોર મકવાણા
‘જુલ્મગારો ગયા છે પણ એમનાં થાણાં અને એમના ડીએનએ ધરાવતા વારસો તો છે જ… કોલેજો અને યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે મૂકવું જોઈએ.’
– જશવંત રાવલ
‘રાજકારણ વિશે ઝાઝાં પુસ્તકો લખાતાં નથી. રોજેરોજની રાજકીય ઘટના જતેદહાડે દેશના ઈતિહાસનો ભાગ બનતી હોય છે… આ પુસ્તક આપણા ઈતિહાસનો હિસ્સો છે.’
– હીરેન મહેતા
‘આ પુસ્તકમાંથી પસાર થતી વખતે સતત થતું રહે છે કે કટોકટી વિશે આપણે કેટલું ઓછું અને અપૂરતું જાણતા હતા… મુખ્ય નરેટિવમાં નાની નાની કેટલીય ઈન્ટરેસ્ટિંગ વિગતો સરસ રીતે વણાતી ગઈ છે.’
– શિશિર રામાવત
‘ફ્રીડમ ઑફ સ્પીચ હોવા અને ન હોવા વચ્ચે ગજબનાક તફાવત રહેલો છે. પ્રવાહી શૈલીમાં ભાવાનુવાદ પામેલું આ પુસ્તક એ તફાવતની ચોંકાવી દેતી અનુભૂતિ કરાવે છે.’
– હર્ષલ પુષ્કર્ણા
‘આજની પેઢીને કટોકટી શું હતી એ ખબર નથી. આ પુસ્તક એ યુવાનોને ખબર પાડી શકે એવું દમદાર છે.
– કૌશિક મહેતા
‘વીસમી સદીની એક ઘટના જેના વિશે એકવીસમી સદીમાં વાંચવું જરૂરી છે.’
– શીલા ભટ્ટ
‘સેક્યુલર સજ્જનો અને સન્નારીઓને આ પુસ્તક સ્વાભાવિક રીતે નહીં ગમે!’
– આશુ પટેલ
‘2014 પહેલાં આ કિતાબ પર ખૂબ ચર્ચા થવી જોઈએ, પરિસંવાદો યોજાવા જોઈએ.’
– ક્ધિનર આચાર્ય
‘આ પુસ્તક અનેક જગ્યાએ વાચકની લાગણીને ઝણઝણાવી દેશે.’
– અલકેશ પટેલ
‘એક બેઠકે વાંચી ગયો. એ વાંચન નહીં પણ અતીત સાથેની મુલાકાત હતી. કટોકટીનાં વર્ષોનો હું સાક્ષી રહ્યો છું.’
– ડૉ. શરદ ઠાકર
‘અહીં પાને પાને માહિતીઓ છે, જે પૈકીની મોટાભાગની માહિતી આજનાં મુક્ત માધ્યમોના જમાનામાં પણ અતિશય સ્ફોટક લાગે એવી છે.’
– જ્વલંત નાયક
‘એક નાની બેઠકમાં નક્કી થયું કે નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા, વિષ્ણુ પંડ્યા વગેરેએ ધરપકડ ટાળવી અને ભૂગર્ભમાં રહેવું… આ સંઘર્ષ મોદીની પાઠશાળા બન્યો.’
– વિષ્ણુ પંડ્યા
‘દેશની લોકશાહીની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાવતી કટોકટીની આ કહાણી… એક થ્રિલર ફિલ્મ જેવી ભયાવહ છે… એ સમયે હું એક યુવા પત્રકાર હતો.’
– દેવેન્દ્ર પટેલ
‘આ પુસ્તકના અનુવાદક સૌરભ શાહ છે તે મુખપૃષ્ઠ પર જોતાં જ પુસ્તક વસાવવાનું એક કારણ બની જાય તેવી તેમની લોકપ્રિયતા છે, વાચકોમાં આદર છે.’
– ભવેન કચ્છી
‘બિનજરૂરી માહિતીઓના ખડકલા વિનાનું આ પુસ્તક વાંચવા માત્ર દસમું પાસ જેટલું ગુજરાતી પણ આવડતું હશે તો પણ ચાલે.’
– લલિત લાડ (મન્નુ શેખચલ્લી)
‘આ પુસ્તકનું દરેક પ્રકરણ નહીં, દરેક પાનું એક નવી કહાની ખોલે છે… મીડિયાવાળું પ્રકરણ તો પુન: પુન: વાંચવાનું મન થાય તેવું છે.’
– જ્વલંત છાયા
‘રસાળ અને સરળ શૈલીમાં કરેલો અનુવાદ વાચકને એક બેઠકે પુસ્તક વાંચી જવા મજબૂર કરશે.’
– ડૉ. શિરીષ કાશીકર
‘ભારતના આ કલંકરૂપ 19 મહિનાનો ઈતિહાસ આજની પેઢીએ વાંચવો જ રહ્યો અને આ માટે આ પુસ્તક ખરેખર એક ગાઈડ સમાન છે.’
– નીલેશ દવે
કટોકટીની ઊંડાણપૂર્વકની માહિતી આપતું એકમાત્ર પુસ્તક એટલે ધી ઈમરજન્સી. જે દરેક ગુજરાતી પર શ્રી શાહના ઋણરૂપે છે જેને દરેક સમજદાર ગુજરાતીએ વાંચીને ચૂકવવાનું છે. – પરેશ રાજગોર
બૂક પ્રાપ્તિસ્થાન: