By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    16 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    18 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    18 hours ago
    ઈરાનનો નવો સુપ્રીમ લીડર અમે નક્કી કરીશું! ટ્રમ્પે કુર્દ લડાકૂઓને પણ હથિયાર ઉપાડવા કરી હાંકલ
    19 hours ago
    અમે નથી રોકી રહ્યા, અમેરિકાને પૂછો..: ભારતના ઓઇલના જહાજો અંગે ઈરાનનું મોટું નિવેદન
    19 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    16 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    16 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    16 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    16 hours ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    19 hours ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    7 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    18 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Bhavy Ravalખાસ-ખબર

અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

વાલ્મીકિ રામાયણમાં અયોધ્યા નગરીનું અદ્દભૂત વર્ણન:
મહર્ષિ વાલ્મીકિએ શ્રી રામ જન્મસ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તોમંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલામંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધએ થોડા મહિનાઓ માટે વિહાર કરેલો. અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રીરામના પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણરામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામદ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રીરામના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુન:નિર્માણ કરાવ્યું. આ પુન:નિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની 44 પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુના હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રીરામજન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.
આશરે 100 ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામકરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી. અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિશે શોધ-સંશોધન કર્યું તો નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રીરામની અવધ ભૂમિ છે.

- Advertisement -

રામ જન્મભૂમિ પ્રદેશ છે આકર્ષક અને અલૌકિક : એક સમયે અયોધ્યામાં અસંખ્ય મંદિર આવેલા હોવાથી મંદિરોની નગરી કહેવાતી

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર
માટે ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી, પરિણામ સ્વરૂપે શ્રી રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુના પ્રાણપ્રતિષ્ઠાની ઘડી આવી ચૂકી છે

સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક વિશાળમંદિરતેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રીરામના જન્મસ્થળ પર કાળા રંગના પથ્થરોના 84 સ્તંભો પર એક વિશાળમંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.
સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આમંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આમંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યુંહતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય અને તે પછીના લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ઈતિહાસકારોના મતે 600 ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું.
એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં 20 જેટલા બૌદ્ધમંદિરો હતા અને અહીં 3000 ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિંદુઓનું એક મોટુંમંદિરપણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.
આ પછી, ઈસાની 11મી સદીમાં કન્નૌજના રાજા જયચંદએમંદિરપર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતના યુદ્ધમાં જયચંદના અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોના હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો.મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં 14મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રીરામનુંમંદિરતોડી શક્યા ન હતા.
વિવિધ આક્રમણ પછી પણ શ્રીરામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલુંમંદિર14મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન સુધી અહીંયામંદિરનું અસ્તિત્વ હયાત હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રીરામજન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે 1527 – 1528માં આમંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.
મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરના સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પરના પ્રાચીનમંદિરતોડીને એક મસ્જિદ બનાવી હતી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી.
બાબરનામા અનુસાર, 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ’જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરના શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.
આ પછી, 491 વર્ષ સુધી શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પર શ્રીરામમંદિરના નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રીરામજન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે 9 નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન શ્રી રામના જન્મભૂમિ સ્થળ પર શ્રીરામલલ્લા બિરાજમાન થવા જોઈએ. હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પર ભૂમિપૂજન સાથે શ્રી રામ મંદિર નિર્માણનો શુભારંભ થયો. અને હવે અયોધ્યાધામની શ્રી રામ જન્મભૂમિ પર 22 જાન્યુઆરી 2024ના સોમવારના રોજ દિવ્ય-ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

કાળી ધોળી રંગાવલ્લી

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ

ચીડથી ચેતના.. સર્જનથી અનંત.. આવેગથી ઉજાસ..

પ્રિયજન હિતાય પ્રિયજન સુખાય

TAGGED: AYODHYA, history, lordram, VALMIKIRAMAYANA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોટડા સાંગાણીના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર SMC ત્રાટકી
Next Article 2024માં ભાજપ 450થી વધારે સીટ પર ચૂંટણી લડશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
ધ્રાંગધ્રામાં 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
યુદ્ધની મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર પ્રોપેન ગેસના અભાવે અનેક યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ
અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા
ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

કાળી ધોળી રંગાવલ્લી

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?