વેરાવળની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઈંઈઅછ-ઈખઋછઈં ના પ્રાદેશિક કાર્યાલય વેરાવળના વરિષ્ઠ વૈજ્ઞાનિકની ઉપસ્થિતમાં અત્યાધુનિક ઈનોવેશન લેબના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો.ઉપરાંત 3ઉ પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગ સ્પર્ધા અને આર્ટ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓએ ભાગ લઈ અલગ અલગ વિષયો પર પ્રદર્શની યોજી હતી. આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી વાકેફ થઇ શકે તેવા હેતુસર વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રિય શાળામાં જિલ્લાની પ્રથમ 3ઉ પ્રિન્ટિંગ લેબ ઈંઈઅછ-ઈખઋછઈંના પ્રાદેશિક કાર્યાલય વેરાવળના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. દિવુડીની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી.આ તકે અલગ અલગ વર્ગના બાળકોએ અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરી અને પ્રદર્શની યોજી હતી. જેનું ઉપસ્થિત મહેમાન દ્વારા નિરીક્ષણ કરાયું અને વિદ્યાર્થીઓને શિલડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
વેરાવળની ખાનગી શાળામાં જિલ્લાની પ્રથમ 3D લેબનું લોકાર્પણ કરાયું
Follow US
Find US on Social Medias