ખાસ-ખબર સંવાદદાતા
ગત તા.12 ના રોજ ઉના બાયપાસ તપોવનના પાટીયા પાસે ગીરગઢડા રોડના પુલ ઉપર એકડી કમ્પોઝ થયેલ માનવ દેહ મળી આવતા તેના કપડા, ચપ્પલ, પગમાં પહેરેલ સાંકળ, કાનની કડી વિગેરે ઉપરથી આ કોહવાઇ ગયેલ લાશ ગુમ થનાર અલ્ફાઝની હોવાની ઓળખ થતા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ઇન્કવેસ્ટ ભરી લાશનું ફોરેન્સીક પેનલ પી.એમ જામનગર ખાતે કરાવવામાં આવતા ફોરેન્સીક ડોકટર જામનગર નાઓએ આ લાશના શરીર પર છરાના અનેક ઇજાના કારણે મૃત્યુ થયેલ હોવાનું તા.13 ફેબ્રુ ના પ્રાથમિક રીપોર્ટમાં જણાવેલ. જેના આધારે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં.190/2023 આઇ.પી.સી. કલમ 302, 201 વિ. મુજબનો ગુનો તા.14 ફેબ્રુ ના રોજ દાખલ થયેલ.બનાવમાં મરણ જનારને શરીરે છરાની અનેક ઇજાઓ કરી મોત નિપજાવેલ હોય અને બોડી ડી કમ્પોઝ હોય, બનાવ બન્યાને ઘણો બધો સમય પસાર થઇ ગયેલ હોય જેમાં એલ.સી.બી.,એસ.ઓ.જી. તથા ઉના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ.એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.એસ.ચાવડા તથા ઉના પો.ઇન્સ.એન.કે.ગોસ્વામીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. તથા ઉના પો.સ્ટે. ડી.સ્ટાફની ટીમે સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનિકલ રીસોર્સ તેમજ હ્યુમન રીસોર્સથી માહીતી એકત્ર કરી અલગ અલગ દીશાઓમાં તપાસ કરતા સચોટ હકીકત આધારે મરણ જનાર સાથે સંપર્ક ધરાવતા ઇસમોને રાઉન્ડ અપ કરી તેઓની ઉંડાણપુર્વક યુકિતપ્રયુકિત થી પુછપરછ કરતા નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોએ ખુન કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓ ઈરફાન ઉર્ફ અલ્તાન મહમદ શેખ ઉ.વ.40 રહે ઉના કોર્ટ વિસ્તાર, ગુલીસ્તાન સ્કૂલની બાજુમાં ઉના, આરીફભાઈ ગુલામ મહમદ મુન્સી, ઉ.વ.44, ધંધો આનંદ સમોસાની લારી, રહે ઉપલા રહીમ નગર ઉના, સાહીલ હામતભાઈ મુન્સી, ઉ.વ.22 ધંધો ભંગારની ફેરી રહે ઉના મોટા પીરની દરગાહ પાસે ઉનાની ધરપકડ કરવા આવી હતી. આરોપી આરીભાઇની સમોસાની રેકડીમાં આ મરણ જનાર અલ્ફાઝ છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હોય સમોસા, ભજીયાનો માલસામાન લેવા મુકવા માટે અવાર નવાર આરોપીના ઘરે અવર જવર તેમજ જમવા રહેવાનો વહેવાર ધરાવતો હોય તેની પત્ની ને અન્ય વ્યકિત સાથે પ્રેમ સબંધ હોવાનો વહેમ હોઇ અને આ બાબતે બદનામ કરવા બ્લેકમેઇલ કરતો હોય તેની જાણ આરીફને થતા આ અલ્ફાઝને મારી નાંખવાનો પ્લાન બનાવેલ. આરોપી ઇરફાન ઉર્ફે અહ્વાન આરોપી આરીફનો કૌટુંબિક સાળો થતો હોય અને તેમની સાથે ધંધા રોજગારમાં અંગત ઘરોબો ધરાવતો હોય તેને આ સમગ્ર બાબતની વાત આરીકે કરેલ અને ખુન કરવાનો પ્લાન બનાવેલ, આરોપી સાહીલને મરણજનાર અલ્ફાઝની બહેન સાથે લગ્ન કરવા હોય અને તે બાબતે અલ્ફાઝ આડખીલીરૂપ બનતો હોય તેમજ સાહીલની માતા સાથે અલ્ફાઝે અવાર નવાર ગાળા ગાળી કરેલ હોય તે બાબતનો ખાર હોય જેથી ખુન કરવાનો પ્લાન બનાવેલ.
ઊનાના યુવકના રહસ્યમય મોતની ઘટનામાં ભેદ ઉકેલાયો
