અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવાઈ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રની મર્યાદામાં નથી આવતો. તેથી આમાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી.
- Advertisement -
Delhi High Court dismisses Public Interest Litigation (PIL) praying for the removal of Delhi Chief Minister Arvind Kejriwal from holding the post of chief minister of the government of Delhi.
The court said there is no scope for judicial interference.
(File photo) pic.twitter.com/l4tmXuL7dx
- Advertisement -
— ANI (@ANI) March 28, 2024
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલો કારોબારીના અધિકારક્ષેત્રમાં છે. અમે તેની ન્યાયિક સમીક્ષા કરી શકતા નથી. કોર્ટે પૂછ્યું કે શું એવી કોઈ કાનૂની જવાબદારી છે કે જેના હેઠળ કેજરીવાલને કસ્ટડીમાં આવ્યા બાદ હટાવવાની જરૂર છે. તેના પર અરજદારે કહ્યું કે, આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ અથવા લેફ્ટનન્ટ ગવર્નરે વિચાર કરીને દરમિયાનગીરી કરવી જોઈએ.
કોર્ટે કહ્યું કે આ બધું કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં છે. ન્યાયતંત્રની મર્યાદામાં નથી. અમે તેની ન્યાયિક સમીક્ષા કરી શકતા નથી, તેમને તે કરવા દો. આ રાજકીય મામલો છે. તમે નક્કી કરો.
કોર્ટમાં કેજરીવાલે જાતે જ દલીલ કરી
‘શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે 4 નિવેદન પૂરતા છે?’
કેજરીવાલે કહ્યું, આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. કેજરીવાલે પોતાની ધરપકડનો વિરોધ કરતાં કહ્યું કે આ કેસમાં મારું નામ માત્ર ચાર જગ્યાએ આવ્યું છે. 3 નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેમાંથી તે નિવેદન કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યું હતું, જેમાં મને ફસાવવામાં આવ્યો હતો. શું આ 4 નિવેદનો મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે? આ તરફ, જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ
એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (ACJ) એ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.
ACJ મનમોહને કહ્યું, ” આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રએ દખલગીરી કરવી જોઈએ નહીં.” દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો.
કેજરીવાલની 21 માર્ચે ઊઉ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 22 માર્ચે તેને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઊઉની કસ્ટડીમાં મોકલી દીધા હતા.