હસ્તલેખન વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્ત્વનું પરિબળ છે
જેમ જેમ ડિજિટલ સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ બનતું જાય છે, તેમ તેમ આપણે હસ્તલિખિત વિવરણ સાથે આવતો વ્યક્તિગત સ્પર્શ ગુમાવી રહ્યા છીએ, પરંતુ વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્વનું પરિબળ છે, ડિજિટલ ટેકનિકે પરસ્પર સંવાદની અભિવ્યક્તિને બદલી નાંખી છે
- Advertisement -
આધુનિક વિકાસમાં વિજ્ઞાનના ફાળાને કોઈ અવગણી શકે નહીં છતાં એ પણ એટલું જ સત્ય છે કે વિજ્ઞાન સર્જિત વિવિધ શોધ ઉપયોગને કારણે માણસ પોતાની મૂળભૂત સૂઝ કે સ્કિલ ગુમાવતો રહ્યો છે. ઉદાહરણ તરીકે લોકોની યાદશક્તિ, મોબાઈલ આવતાં હવે લોકોના ફોન નંબર મોઢે યાદ નથી રહેતાં. પહેલાના સમયમાં લોકો મોટી મોટી ગણતરીઓ જાતે કરી લેતાં હવે કેલ્ક્યુલેટરના વપરાશને કારણે આ ભુલાતું જાય છે. એવી જ રીતે વિજ્ઞાન અને ઝડપથી વધી રહેલી ડિજિટલ દુનિયામાં, હસ્તલેખન એક ખોવાયેલી કલા બનવા તરફ આગળ વધી રહ્યું છે. હસ્તલેખન એક એવું કૌશલ છે જે લગભગ 5,500 વર્ષોથી માનવ ક્રિયાપ્રતિક્રિયાનો અભિન્ન ભાગ રહ્યું છે. હાથેથી લખવાની કળાને પાંચ-સાડા પાંચ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે જેમાં સમયે સમયે સુધારો અને પ્રગતિ થતાં રહ્યાં. પરંતુ હવે, ખાસ કરીને જનરેશન ણ ના બાળકો પેન અને પેન્સિલથી દૂર રહેવા લાગ્યા છે. આપણે ત્યાં લખીને ભણવાનો આગ્રહ રાખવામાં આવતો.
લખેલું યાદ રહે અથવા તેની સાથે ઇનવોલ્વમેન્ટ રહે એ સ્વાભાવિક છે. પરંતુ હવે લખતાં લખતાં અધ્યયન કરવાની પ્રક્રિયાનો છેદ ઉડી રહ્યો છે. જનરેશન ણ, 1997થી 1812 ની વચ્ચે જન્મેલા બાળકોને જનરેશન ણ અથવા ટૂંકમાં ૠયક્ષ ણ કહેવામાં આવે છે. મિલેનિયલ પછી આવતી આ પેઢીને ઝૂમર્સ અથવા પોસ્ટ-મિલેનિયલ્સ પણ કહેવામાં આવે છે. આ પેઢીના લોકોની શરૂઆત જ સોશિયલ મીડિયા સાથે થઈ. આ સમયગાળામાં જન્મેલા લોકોએ ટ્રોલ અને સાયબર બુલિંગ જેવી બાબતો જીવનનો હિસ્સો રહી. આ સમયગાળા દરમિયાન, ટ્રેનિ્ંડગ, સેકફી વાઇબ્સ વગેરે જેવા ઘણા શબ્દો ડિજિટલ દુનિયાના સંદર્ભમાં પ્રચલિત થયા. સ્ટેવાન્ગર યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ, જનરેશન ણ ના લગભગ 40 ટકા લોકો હસ્તલેખન પરની પકડ ગુમાવી રહ્યા છે. અભ્યાસ કહે છે કે ડિજિટલ ટેકનોલોજીએ આપણી વાતચીત કરવાની રીત સંપૂર્ણપણે બદલી નાખી છે.
અભ્યાસમાં સામેલ પ્રોફેસર નેડ્રેટ કિલિસેરીએ અવલોકન કર્યું કે આજના કોલેજના વિદ્યાર્થીઓમાં મૂળભૂત લેખન કૌશલ્યનો અભાવ છે. ઘણા લોકો લાંબા વાક્ય બંધારણોને બદલે સોશિયલ મીડિયા પોસ્ટ જેવા દેખાતા ટૂંકા વાક્યો લખે છે. કાગળ અને પેન વગરનું વિદ્યાર્થીજીવન, વિદ્યાર્થીઓ માટે પેન વગર યુનિવર્સિટીમાં નોટ્સ લેવા આવવું લેવા અને માત્ર કીબોર્ડ પર એસઈનમેન્ટ તૈયાર કરવા એ હવે સામાન્ય થઈ ગયું છે. ઉપરોક્ત સંશોધન મુજબ, જનરેશન ણ ના વિદ્યાર્થીઓ હાથથી લખવાના કાર્યોમાં મુશ્કેલી અનુભવે છે. જો તેમને સરસ રીતે લખવાનું કહેવામાં આવે તો તેઓ ગભરામણ અનુભવે છે કારણ કે તેમની પાસે લખવાની પ્રેક્ટિસનો અભાવ હોય છે. તેમના લખેલા શબ્દોને યોગ્ય રીતે સમજવા અને તેમાંથી કોઈ અર્થ કાઢવા મુશ્કેલ છે. વોટ્સએપ જેવી એપ્સ અને ફેસબુક, ટ્વિટર, એક્સ, થ્રેડ્સ, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ દુનિયાને ટૂંકા સંદેશાઓ અને ઇમોજીથી ભરેલા સંદેશાઓ તરફ ધકેલી રહી છે. દુ:ખ-સુખ-ગુસ્સો-પ્રેમ- આશ્ચર્ય… વગેરે બધી લાગણીઓને દર્શાવવા જ્યાં પહેલાં શબ્દ માધ્યમ બનતો અને તેને વર્ણવવામાં વ્યક્તિની કલ્પનાશક્તિ, લેખન સૂઝ ખીલતી પણ હવે તેનું સ્થાન ઇમોજીએ લઈ લીધું છે. જેમ જેમ ડિજિટલ સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ બનતું જાય છે, તેમ તેમ આપણે હસ્તલિખિત વિવરણ સાથે આવતો વ્યક્તિગત સ્પર્શ ગુમાવી રહ્યા છીએ.ટૂંકમાં હસ્તલેખન માત્ર શીખવાની પ્રક્રિયા માટે જ નહીં પરંતુ વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્વનું પરિબળ છે. ડિજિટલ ટેકનીકે પરસ્પર સંવાદની અભિવ્યક્તિને બદલી નાંખી છે. અહીં સોશિયલ મીડિયાના પ્રભાવને અવગણી શકાય નહીં.
- Advertisement -
ટ્વિટર જેવી સાઇટ્સ સંક્ષિપ્તતા અને ઝડપને પ્રોત્સાહન આપે છે. અન્ય પ્લેટફોર્મસ ઓનલાઇન સામસામે વાતચીત કરવાની રીતને આકાર આપે છે. હસ્તલેખન કૌશલ્યમાં ઘટાડો ફક્ત પત્રો કે પોસ્ટકાર્ડ મોકલવા સાથે સંબંધિત નથી; તે જનરેશન ણ તેમના આસપાસના વાતાવરણને કેવી રીતે જુએ છે અને સમજે છે તેના પર પણ અસર કરે છે. ડિજિટલ ટેક્સ્ટના ઉતાવળિયા અને આવેગપૂર્ણ પ્રકૃતિથી વિરુદ્ધ, હસ્તલેખન સામાન્ય રીતે વિચારશીલ અને વ્યક્તિગત સંવાદ છે પરંતુ આ પ્લેટફોર્મના વધતા પ્રભાવ સાથે, યુવા પેઢીમાં હસ્તલેખનનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. હવે શાળાઓથી લઈને કાર્યસ્થળો સુધી, કીબોર્ડ અને ટચસ્ક્રીન જેવી ટેકનોલોજી દુનિયામાં દરેક જગ્યાએ હાજર છે, તેથી જનરેશન ણ કદાચ પહેલી પેઢી હશે જે હસ્તલેખનમાં યોગ્ય રીતે નિપુણતા મેળવી શકશે નહીં. હસ્તલેખનની બદલાતી તરહ અને ઘટતો ઉપયોગ ચિંતાનો વિષય છે. કારણ, હાથેથી લખવું એ માત્ર સ્થૂળ પ્રક્રિયા નથી પરંતુ એકાગ્રતા, વિચારશક્તિ, યાદશક્તિને ખીલવતી શુક્ષ્મ તાલીમ છે. નિષ્ણાતો કહે છે કે હસ્તલેખન સામાન્ય રીતે વિચારશીલ અને વ્યક્તિગત વાતચીતનું પ્રતીક છે. તે આંતરિક લાગણીઓને ખૂબ જ સરળ અને અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે. વળી મગજના વિકાસ માટે લેખન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મગજને એવી રીતે કામ કરવા માટે ઉત્તેજિત કરે છે જે ટાઇપિંગ કરી શકતું નથી. તે યાદશક્તિ અને તમે જે વાંચો છો કે સાંભળો છો તે સમજવા જેવી મહત્વપૂર્ણ કુશળતા સાથે જોડાયેલું છે. હસ્તલેખન માટે ઝીણી સૂઝ અને માનસિક ધ્યાનની જરૂર પડે છે જે શીખવાની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આજના યુગનો મોટો સવાલ એ છે કે શું જનરેશન ણ તેમના જીવનમાં ડિજિટલી લેખનની સાથે સાથે, સમાજને આકાર આપનાર આ પ્રાચીન કુશળતાને જીવંત રાખી શકશે? આનો જવાબ ફક્ત આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ તે જ નહીં, પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસાને કેટલી સારી રીતે જાળવી રાખીએ છીએ તે પણ નક્કી કરશે.