રામાયણ ટીવી સીરીયલમાં રાવણનુ પાત્ર ભજવી લંકેશ તરીકે જાણીતા અરવિંદ ત્રિવેદીનુ અવસાન
રામાયણમાં ‘લંકેશ’નુ પાત્ર ભજવાનારા અરવિંદ ત્રિવેદીનુ અવસાન થયાના સમાચાર છે. અરવિંદ ત્રિવેદી 82 વર્ષની વયના હતા. તેઓએ મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને મંગળવારે રાત્રી 11.05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા.
તેઓએ મુંબઇની ભવન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અરવિંદ ત્રિવેદીને ત્રણ પુત્રીઓ હતી અને તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા. રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવાાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કાર જનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.
- Advertisement -
અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.
રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવી ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી વિશે જાણો
300 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો
પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ 300 કરતા વધુ હિન્હી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તેઓએ રામાયણમાં રાવણના પાત્રની ભજવેલી ભૂમિકા એ તેમના જીવનને બદલી નાંખ્યુ હતુ. અભિનેતાના જીવમાં ધાર્મિકતાને રામાયણે વધારી દીધી હતી. તેઓએ રામાયણ પહેલા વિક્રમ અને વેતાળની ટીવી સિરીયલમાં કામ કર્યુ હતુ. જેમાં તેઓે યોગીના પાત્રનો રોલ કર્યો હતો. આ ઉપરાંત દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં તેઓે અદ્ભૂત અભિનય કર્યો હતો.
વર્ષ 1971 માં પરાયા ધન હિન્દી ફિલ્મમાં કામ કર્યુ હતુ. જ્યારે આજ વર્ષે તેમની જેસલ તોરલ ફિલ્મે પણ ખૂબ જ આકર્ષણ જમાવ્યુ હતુ. 1973 માં તેઓએ કોમેડી ફિલ્મ આજ કી તાજા ખબરમાં ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે કિરણ કુમારે પણ રોલ ભજવ્યો હતો. જે ફિલ્મમાં અસરાનીના અભિનયન ને 1974માં ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત નરસિંહ ભગતના તેમના પાત્રને પણ ખૂબ જ યાદગાર બનાવ્યુ હતુ.
- Advertisement -
રામ નવમીએ અચૂક ઇડર આવતા
અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગ્લો ખાતે આવીને રોકાતા હતા. તેઓ જન પ્રતિનિધી તરીકે લોકો સાથે સીધો પરિચય ધરાવતા હતા. સાથે જ ગુજરાતી અભિનેતા તરીકે લોકોના હ્દયમાં વસેલા હોવાને લઇ મોટી સંખ્યામાં તેઓને લોકો મળવા માટે આવતા હતા. તેમના ચાહકો માટે રામ નવમી એટલે લંકેશના પ્રેમાળ દર્શનની તીથી તરીકે યાદ રાખી તેમને મળવા જતા. જ્યાં તેમની સાથે લોકો રામ ની પૂજા ભક્તિમાં સવાર સાંજ જોડાતા હતા.
સાબરકાંઠાના સાંસદ રહ્યા
લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદી 1991 થી 1996 સુધી સાબરકાંઠાના સાંસદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા. રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવાાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કાર જનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી.
રામ જન્મોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હતા.
લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.
અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.