ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
ચૂંટણી ફરજ દરમિયાનનું એક પણ કામ નાનું નથી પરફેક્શન લાવવા કર્મચારીઓએ રસપ્રદ માર્ગદર્શન સાંભળ્યું લોકસભાની સામાન્ય ચુંટણી 2024 સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના આયોજન અંગે તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે પોરબંદર લોકસભા બેઠક અને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ થઈ રહી છે.
- Advertisement -
ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર રાણાવાવ હાઇવે ઉપર આવેલ ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 83-પોરબંદર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી, અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.