લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી રહેતા ઠંડીની અસર નહિવત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 17.4 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર નહિવત થઇ ગઇ છે. દરમિયાન હજુ પણ 2 દિવસમાં ઠંડીમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહ્યુું હતું.
જ્યારે ગુરૂવારે એક જ દિવસમાં 4.4 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર નહિવત રહી હતી. જ્યારે બપોરના સમયે પણ મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહ્યું હતું.
- Advertisement -
દરમિયાન હજુ 2 દિવસ સુધી ઠંડીમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. બાદમાં ઠંડીમાં ક્રમશન: ઘટાડો થતો રહેશે. ગુરૂવારે ભેજનું પ્રમાણ સવારે 98 ટકા અને બપોરના 34 ટકા તેમજ પવનની ઝડપ 3.8 કિમી પ્રતિ કલાકની રહી હોવાનું ઉમેશભાઇ પરમારે જણાવ્યું હતું.