પ્લેયરે ગેમ પડતી મૂકીને મદદ કરી : દર્શકો ખડખડાટ હસવા લાગ્યા
ઓસ્ટ્રેલિયા ઓપનની મેચ દરમિયાન એક રમૂજી કિસ્સો સામે આવ્યો છે. આ મેચના પહેલા સેટ દરમિયાન બોલ ગર્લ ટેનિસ પ્લેયરને બોલ આપવા જઈ રહી હતી; ત્યારે અચાનક એક વંદો ઊડીને તેની પાસે આવી જાય છે. વંદાને આમ ઊડતો જોઈને જ બોલ ગર્લ એકદમ ગભરાઈ જાય છે અને ટેનિસ કોર્ટમાં જોવાજેવી થઈ જાય છે.
વંદો જોઈને બોલ ગર્લ ડઘાઈ ગઈ :
બોલ ગર્લ પહેલા સેટમાં બોલ આપવા માટે ટેનિસ પ્લેયર પાસે પહોંચે એ પહેલાં વંદો ઊડીને તેની સામે આવી ગયો હતો. હવે આમ અચાનક વંદો સામે આવી જતાં બોલ ગર્લ કૂદકા મારવા લાગી હતી. જોકે ટેનિસ કોર્ટમાં જ્યારે પણ આવું કંઈ થાય તો એ બોલ ગર્લની જવાબદારી હોય કે તે આ વંદાને કોર્ટની બહાર ફેંકે.
- Advertisement -
બોલ ગર્લને મદદ કરવા વર્લ્ડ નં-4 ખેલાડી સિત્સિપાસ આવ્યો :
ટેનિસ કોર્ટમાં બોલ ગર્લને આમ અસમંજસમાં જોઈને દર્શકો ખડખડાટ હસવા લાગ્યા હતા. જોકે વર્લ્ડ નંબર-4 પ્લેયર સિત્સિપાસ તાત્કાલિક બોલ ગર્લ પાસે આવ્યો અને વંદાને ટેનિસ રેકેટ પર રાખી કોર્ટની બહાર ફેંકી દીધો હતો.
https://www.instagram.com/reel/CZLM2SHI07c/?utm_source=ig_web_copy_link
દર્શકોએ તાળીઓ પાડીને પ્લેયરને વધાવ્યો :
વર્લ્ડ નંબર-4 પ્લેયર આવી રીતે બોલ ગર્લને મદદ કરવા આવ્યો, તેને જોતાં દર્શકોએ તેને તાળીઓથી વધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એક બોલ ગર્લ વંદાથી ડરી ગઈ હતી, એને કારણે બીજી ગર્લ પણ તેને સહાય કરવા આવતી હતી. પરંતુ સિત્સિપાસે બંને બોલ ગર્લને ના પાડી પોતે રેકેટ દ્વારા વંદાને બહાર ફેંકી દીધો હતો.
સિત્સિપાસ પાસે બીજી વાર સેમી-ફાઈનલ રમવાની તક :
ટેલર ફ્રિટ્ઝ સાથે 5 સેટની રોમાંચક મેચમાં જીત દાખવી વર્લ્ડ નંબર-4 પ્લેયર સિત્સિપાસે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. હવે સ્ટેફાનોસ સિત્સિપાસ પાસે સતત બીજા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી-ફાઈનલમાં પહોંચવાની તક છે. આ પૂર્વે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જેનિક સિનરને હરાવવો પડશે. આ મેચમાં ગેમ પોઈન્ટની સાથે સિત્સિપાસે ઘણી વાર બાઉન્સ બેક કર્યું હતું. જેના પરિણામે આ જીત તેને ક્વાર્ટર ફાઈનલ જીતવામાં ઘણી સહાયક રહેશે.
- Advertisement -