યુક્રેનનાં મારિયુપોલને મળી આત્મસમર્પણ ન કરવાની સજા
ઝેલેન્સ્કીએ કહ્યું- હવે અહીં કશું જ બચ્યું નથી
રશિયાએ યુક્રેનના દક્ષિણ તટીય શહેર મારિયુપોલ પર હુમલા વધારી દીધા છે. મંગળવારે બે શક્તિશાળી બોમ્બના હુમલાથી મારિયુપોલ શહેર હચમચી ઉઠ્યું હતું. આ હુમલા ઔદ્યોગિક વિસ્તાર પર થયા હતા. જો કે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી.
રશિયાએ મારિયુપોલને કબજે કરવા માટેની છેલ્લી સોમવારે ડેડલાઈન આપી હતી, જે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ તરફ યુક્રેને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અહીં લડાઈ પણ ઉગ્ર બની હતી. મંગળવારે ઇટાલીની સંસદમાં સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયન બોમ્બ ધડાકા પછી આ શહેરમાં કંઈ જ બચ્યું નથી.
- Advertisement -
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યને મારિયુપોલ શહેરમાં રસ નથી, તેઓ તેને ધ્વસ્ત કરીને રાખ કરવા માગે છે. મારિયુપોલમાં ઘણા લોકો ફસાયા છે. તેઓ વીજળી અને પાણી વિના જીવવા મજબૂર છે. રશિયન સૈનિકોએ 1 માર્ચના રોજ 4.5 લાખની વસ્તીવાળા મારિયુપોલને ઘેરાવ કર્યો હતો. હુમલા પછી, અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ લોકો શહેર છોડી ગયા છે.મારિયુપોલમાં ચારેય તરફ રશિયાના લશ્કરી વાહનો અને ટેન્કો દેખાય છે. યુક્રેનના અધિકારીઓએ કહ્યું છે કે રશિયન સૈનિકો શહેરને ધ્વસ્ત કરવા માંગે છે. જો મારિયુપોલને રશિયા દ્વારા કબજે કરવામાં આવે છે, તો તેને ક્રિમિયા દ્વીપકલ્પ સુધી પહોંચવા માટે જમીન માર્ગ મળી જશે. 2014માં ક્રિમીયાને રશિયાએ યુક્રેનથી છીનવી લીધું હતું. જેથી ક્રિમીયા અને દક્ષિણ-પશ્ચિમમાં રશિયન દળો વચ્ચે એક ભૂમિ પુલ બનશે. જ્યારે, ઉત્તર અને પૂર્વમાં રશિયાના કબજા હેઠળના પ્રદેશોને પણ એકબીજા સાથે જોડવામાં આવશે.
આ પણ વાંચો : શું મહાયુધ્ધનું કાઉન્ટડાઉન શરૂ?
https://khaskhabarrajkot.com/2022/03/24/did-the-countdown-to-world-war-i-begin/