ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
તાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર,એન્જિનિયર તથા ટેકનીકલ સ્ટાફ દ્વારા તાલાલા શહેરના વિવિધ શેરી મહોલ્લામાં બનતા નવનિર્મિત માર્ગોની ગુણવત્તા અંગે ચેકિંગ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી તેમજ પ્રાદેશિક કમિશનર-ભાવનગર ની સૂચનાથી તાલાલા નગરપાલિકા ના ડી.એલ.પી.(ડિફેકટ લાયબિલીટી પીરિયડ)હેઠળ સાસણ રોડ,ગોકુલનગર સોસાયટી,સિદિવાડા વિસ્તારના રસ્તાઓની કામગીરી ચાલુ છે.બની રહેલ માર્ગોની ચીફ ઓફિસર દેવીબેન ચાવડા,એન્જિનિયર તથા ટેકનિકલ સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.તપાસ દરમ્યાન રસ્તાની તથા માર્ગ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી ની ગુણવત્તા તથા ટેકનિકલ માપદંડો જેમ કે રોડની જાડાઈ,પહોળાઈ,લેવલીંગ,મટીરિયલની ક્વોલિટી સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું…તપાસ દરમ્યાન કોન્ટ્રાકટર ને જરૂરી સુચનાઓ આપી ગુણવત્તાસભર કામ કરવા અને નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.



