કચ્છ જિલ્લા બાદ સૌથી વધુ લમ્પી વાયરસના કેસ નોંધાયા હોય તો તે છે જામનગર, વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા
ગુજરાતમાં પશુઓમાં જોવા મળતો લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લામાં આ વાયરસનો ફેલાવો થયો છે. આ ગંભીર સ્થિતિને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. પશુઓમાં લક્ષણ જોવા મળતા જ રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.તેમની સાથે જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા પર ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
Jamnagar, Gujarat | CM Bhupendra Patel visited the site in Jamnagar district where cattle affected by Lumpy Skin Disease are being treated & vaccinated pic.twitter.com/QkDf6WupgF
— ANI (@ANI) August 6, 2022
- Advertisement -
સીએમ ભૂપેન્દ્ર પટેલે આઇસોલેશન-રસીકરણ કેન્દ્રની લીધી મુલાકાત
કચ્છ બાદ જામનગરમાં પણ સૌથી વધારે લમ્પી વાયરસના કેસ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પશુઓ લમ્પી વાયરસની ચપેટમાં આવ્યા છે. અસરગ્રસ્ત પશઓને ક્વૉરન્ટાઇન કરીને આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જામનગરના આઇસોલેશન વોર્ડ અને વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી. જામનગરમાં કેટલા લમ્પી વાયરસના કેસ છે અને રસીકરણની કામગીરીને લઇને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જામનગરમાં લમ્પીનો કહેર વધતા તંત્ર દોડતુ થયું
મહત્વનું છે કે જામનગરમાં લમ્પી વાયરસનો કહેર વધતા 3 દિવસ પશુઓને વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. 100 ટકા વૅક્સિનેશનની કામગીરી માટે 40 લોકોની ટીમ જામનગર પહોચી હતી. જામનગર જીલ્લાના 417 ગામડાઓમાં વૅક્સિનેશનની કામગીરી હાથ ધરાઇ હતી. . જીલ્લામાં એનિમલ હેલ્પલાઈનની કુલ 10 ટીમ કાર્યરત રાખવામાં આવી છે.
Gujarat | Cattle suffering from Lumpy Skin Disease being treated & vaccinated in Jamnagar district
We're treating affected animals by providing anti-biotics. We're covering 5-10 villages. Less than 1%cattle population affected, it's under control: Secy, Animal Husbandry dept pic.twitter.com/AfsVWxL59w
— ANI (@ANI) August 6, 2022
અગાઉ કચ્છની લીધી હતી મુલાકાત
થોડા દિવસો અગાઉ કચ્છ જિલ્લાના ભુજ ખાતે લમ્પી સ્કીન ડીસીઝથી અસરગ્રસ્ત પશુધન માટેના આઈસોલેશન સેન્ટર તથા પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ પશુઓની દેખરેખ અને માવજતની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
લમ્પી વાયરસ શું છે ?
-લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે
-લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે
-મચ્છર,માખી ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવયો થાય છે
-દુષિત ખોરાક કે પાણીથી પણ ફેલાય છે લમ્પી વાયરસ
-વાયરસ દાખલ થયાના એક અઠવાડિયાની અંદર રોગના ચિન્હો જોવા મળે છે
-પશુને તાવ આવે, પશુ ખાવાનું ઓછું કરે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે
-ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે
-પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થાય છે
-રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે
-પશુઓનો મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે
-આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી
લમ્પી વાયરસથી પશુઓને બચાવવા શું કરવું જોઇએ ?
-બીમાર પશુઓને સ્વસ્થ પશુઓથી તાત્કાલિક અલગ કરવા જોઇએ
-પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જોઇએ
-પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ
-લમ્પી રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું
-પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો જોઇએ
-રોગગ્રસ્ત વિસ્તારથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું
-પશુઓના ખોરાક,પાણી અને માવજત અલગથી કરવી
-પશુઓ રોગપ્રતિકારક શક્તિને લીધે 2થી 3 અઠવાડિયા સુધીમાં સ્વસ્થ થાય છે