– ખાદ્ય સુરક્ષાને સુનિશ્વિત કરવા અને જરૂરિયાતમંદ વિકાસશીલ તેમજ પાડોશી દેશોને ધ્યાને રાખતા આ નિર્ણય કર્યો
- Advertisement -
ભારત સરકારે ઘઉંની નિકાસ પર તાત્કાલિક રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ઘઉંના એક્સપોર્ટને હવે પ્રતિબંધોની કેટેગરીમાં નાખી દેવામાં આવ્યા છે. જેનું સૌથી મોટું કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંની કિંમતોમાં સતત વધારો છે.
વિદેશ વ્યાપાર મહાનિદેશાલય(DGFT)એ શુક્રવારની સાંજે એક અધિકારિક નોટિફિકેશન જાહેર કરીને સરકારના આ નિર્ણયની જાણકારી આપી હચી. જો કે ઘઉંના નિકાસ માટે જે ઓર્ડરની 13 મે પહેલા લેટર ઓફ ક્રેડિટ જાહેર થઇ ચુકયા છે, તેમની એક્સપોર્ટ કરવાની પરવાનગી છે.
પાડોશી અને જરૂરિયાતમંદ દેશોને ધ્યાને રાખ્યા
સરકારે દેશમાં ખાદ્યાનની કિંમતોને કંટ્રોલમાં રાખવા, ખાદ્ય સુરક્ષાને સુનિશ્વિત કરવા અને જરૂરિયાતમંદ વિકાસશીલ તેમજ પાડોશી દેશોને ધ્યાને રાખતા આ નિર્ણય કર્યો છે.
- Advertisement -
સરકારે પોતાના આદેશમાં સાફ કહ્યું કે, ઘઉંની નિકાસ એ દેશોમાં કરવા માટે મંજુરી હશે, જેના માટે ભારત સરકારે પરવાનગી આપી છે. આ સંબંધમાં સરકાર જરૂરિયાતમંદ વિકાસશીલ દેશોની સરકારના આગ્રહના આધારે નિર્ણય કરશે, જેથી ત્યાં પણ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઇ શકે.
જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર દેશમાં, પાડોશી દેશો અને બીજા વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ઉફલબ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને તેમણે એ દેશો જ્યાં ગ્લોબલ માર્કટમાં ઘઉંની કિંમતોમાં આવેલા આ અચાનક વધારાથી વિપરીત અસર થઇ છે, ત્યાં ઘઇંની પર્યાપ્ત આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં સક્ષમ છે.
દરેક જગ્યાએ ઘઉંના ભાવમાં વધારો થયો
રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે વૈશ્વિક બજારોમાં ઘઉંના ભાવમાં સતત વધારો થયો છે. રશિયા અને યુક્રેન ઘઉંના સૌથી મોટા ઉત્પાદક દેશ છે અને યુદ્ધના કારણે આ દેશોની આપૂર્તિ બાધારૂપ છે. ઘઉંની ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ 40% સુધી કિંમતો વધી છે. જયારે ઘરેલુ બજારમાં ઘઉં અને લોટ પણ મોંઘા થયા છે.
જયારે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55%નો ઘટાડો જોવા મળ્યો છે, કારણકે ઘઉંનું બજાર મૂલ્ય આ સમયે સરકારના ન્યુનતમ સમર્થન મૂલ્યથી વધારે છે. સરકારે ઘઉંના એમએસપી 2,015 રૂપિયા પ્રતિ ક્વિંન્ટલ નક્કી કરી છે.