સરગમ લેડીઝ ક્લબ આયોજિત રાસોત્સવમાં બહેનોએ કલાનું અદભૂત પ્રદર્શન કર્યું: વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે 30 બહેનોને લાખેણા ઇનામ
છેલ્લા દિવસે નિર્ણાયકોનું અભિવાદન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ લેડીઝ આયોજિત ગોપી રાસોત્સવમાં છેલ્લા દિવસે બહેનોની કલા ખીલી ઉઠી હતી. આ રાસોત્સવમાં રજૂ થયેલા પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપર બહેનોને થીરકતી જોઈને દર્શકો અને મહાનુભાવો દંગ રહી ગયા હતા.
આ ગોપી રાસનું એક મુખ્ય આકર્ષણ બહેનોની વેશભૂષા પણ હતી. અવનવા પોશાકમાં શૃંગાર કરીને આવેલી બહેનોને જોઈને સાક્ષાત માતાજી મેદાનમાં ગરબા લેવા ઉતર્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.
આ રાસોત્સવના અંતિમ દિવસે ગોપીઓને રમતી જોવા માટે અનેક મહેમાનો ઉમટી પડ્યા હતા અને આ તમામના હસ્તે વિજેતા બહેનોને લાખેણા ઇનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કઠિન ભૂમિકા ભજવનાર નિર્ણાયકોનું પણ સરગમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
જે મહેમાનો સરગમના આંગણે આવ્યા હતા તેમાં સુરેશભાઇ નંદવાણા, સ્મિતભાઈ પટેલ, સુરેશભાઇ વેકરીયા, નાથાભાઇ કાલરીયા, રાજદીપસિંહ જાડેજા (શહેર ક્રોગ્રેસ પ્રમુખ), અતુલભાઈ રાજાણી, મેઘજીભાઈ રાઠોડ, પ્ર્તાપભાઈ પટેલ, મનસુખભાઇ ધંધુકિયા, પરેશભાઈ દવે (તંત્રી શ્રી વોઇસ ઓફ ડે), મધુભાઈ પરમાર, અતુલભાઈ મહેતા, ઉમેશભાઈ શેઠ, કિરણભાઈ બારવીયા, પરેશભાઈ ધીંગાણી, વલ્લભભાઈ ગોંડલિયા, નીતીનભાઇ ભટ્ટ, સુધાબેન ભાયા, લતાબેન તના, જયશ્રીબેન સેજપાલ, ચંદાબેન ડેલાવાળા વગેરેનો સમાવેશ થતો હતો.તમામ પ્રેસમીડિયા નો ખૂબ – ખૂબ આભાર માનું છુ. તથા, મંડપ ડેકોરેશન – પરમાર કિશોર મંડપ સર્વિસ, લાઈટીંગ ડેકોરેશન – ચિરાગ મહેતા, ફોટોગ્રાફર માટે – કિરીટભાઇ માણેક, કેટરસ – ભાવિનભાઇ થાનકી, ઓરક્રેસ્ટ્રા માટે – મનસૂર અલી ત્રીવેદી અને તેની સમગ્ર ટીમ નો ખૂબ ખૂબ આભાર.
આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા તથા આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રીવેદી અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરીયા. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ, સોનલબેન બગડાઈ, કોમલબેન મહેતા સેવા આપેલ. આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતીબેન વસાણી, ડો. માલાબેન કુંડલિયા, ડો. અલકાબેન ધામેલિયા જહેમત ઉઠાવી હતી.