ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી ભરતભાઈ રામસીભાઈ અડતરીયા/આહીર ઉવ.37 ધંધો ખેતી રહે ગામ આંબળાંશ તા.તાલાળા વાળાએ પોલીસમાં ફરીયાદ લખાવેલ કે ગત તા.21/03/2025 ના આશરે કલાક 11 વાગ્યા પહેલા કોઇપણ સમયે ફરીયાદીના રહેણાંક મકાનમા ગે.કા પ્રવેશ કરી રૂૂમમા રાખેલ કબાટમા રોકડ રકમ 16,700 કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ગયા હોઈ જે આધારે તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી સાહેબનાઓએ ઉપરોક્ત ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હો ડ્રીટેકટ કરવા તેમજ આરોપીને શોધી કાઢવા તાલાલા સર્વેલન્સ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંઘાને તાલાલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે ચોરી કરેલ આરોપી હાર્દિકભાઈ લખમણભાઈ ભુતીયા કોળી ઉવ.20 ઘંઘો.મજુરી હાલ રહે.આંબળાશ મુળ રહે,ધણેજ તા.તાલાલા વાળા ને ચોરીમા ગયેલ રોકડ રકમ રૂ.16,700 કબ્જે કરી આરોપીને પકડી પાડવામા આવેલ છે.
તાલાલાના આંબળાશ ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો
