શિંગતેલ અને શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
દિવસેને દિવસે તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઇ રહી છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાદ્ય વસ્તુઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટમાં સિંગતેલના બજાર માં પ્રતિ 15 કિલ્લો ડબ્બાના ભાવમાં રૂપિયા 40 નો વધારો ઝીંકાયો છે. હાલમાં સિંગતેલનો ભાવ રુપિયા 2600 નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં મગફળીના ભાવ લાંબા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે. સતત બીજા વર્ષે આશરે 45 લાખ ટનનો મબલખ પાક માર્કેટમાં આવ્યો છે અને આ વર્ષે પણ ચોમાસાએ વહેલા મંડાણ માંડ્યા છે. કપાસિયા અને પામતેલના ભાવ પણ સ્થિર છે છતા પણ આજે સીંગતેલના ભાવ વધવાની સાથે ભાવ 2590એ પહોંચ્યો હતો. જ્યારે કપાસિયા રૂપિયા 1705 થી 1735 અને પામતેલના 1475 થી 1480ની સપાટીએ જોવા મળી રહ્યો છે.
બીજી બાજી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજા રાજ્યમાંથી આવતો માલ બગડી રહ્યો છે. જેથી પડતર કિંમતમાં વધારો જોવા મળે છે. જેના કારણે ટામેટા, સુરણ, કોથમીર, ભીંડો, ગુવાર, ચોળાસિંગ, સરગવો, તુરીયા, પરવર, મેથી, લીલા મરચાં સહિતના તમામ શાકભાજીમાં 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દરેક જથ્થાબંધ ભાવ પણ 1000 થી 2000ની વચ્ચે પહોંચ્યા છે. કોથમીર, વટાણા, લીલી ડુંગળી, આદુ સહિતના ભાવમાં પ્રતિ મણ 2000 ને પાર કરી ચૂક્યા છે.
- Advertisement -
તાજેતરમાં જ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2નો વધારો ઝીંકાયો હતો અને દહીંમાં પણ વધારો થયો હતો. ત્યારે પેટ્રોલ-ડીઝલ પહેલેથી જ મોંધુ થયું છે.
કિલો બટાકાનો ભાવ 50 રૂપિયે પહોંચ્યો
બટાકાનો ભાવ કિલોના 50 રૂપિયા પહોંચી જતા તે લોકોમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. બટાકા કરતા અન્ય શાકભાજી પણ સસ્તા છે પરંતુ બટાકાના ભાવ પહેલીવાર આટલા બધા જોવા મળ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ બટાકાના ભાવમાં 20 કિલોના ભાવ 600 રૂપિયા બોલાયા હતા. જ્યારે સ્થાનિક બજારમાં આ ભાવ 50 રૂપિયા પહોંચી ગયો છે.