સુરેન્દ્રનગર પુલની બનેલી ઘટના સાસણ રોડ પરના પુલમાં ન બને તેની તકેદારી કોણ રાખશે ?
માલણકાના સરપંચે નવો પુલ બનાવવાની માંગ: આર.એન્ડ બી. અધિકારી પાસે વાત કરવાનો સમય નથી
ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસેના 40 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડતા તેમાં ડમ્પર સાથે બાઈક ચાલક નદીમાં ગરકાવ થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેવી ઘટના જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ સાસણ રોડ પર આવેલ માલણકા ગામ પાસે એક પુલનો નીચેનો ભાગ જર્જરિત થતા પુલનો એક ભાગ બંધ કરી દેવાયો છે અને આર એન્ડ બી દ્વારા માત્ર રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે માલણકા ગામના સરપંચ મંગળુભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે પુલની નીચે સળીયા દેખાય ગયા છે અને એક સાઈડનો રસ્તો બંધ કરી ટેકા મૂકીને રીપેરીંગ કામ કરાય રહ્યું છે.
માલણકાના સરપંચે વધુ જણાવ્યું હતું કે આ પુલનું કામ બીજી વખત રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે અને આ પુલ અંદાજે 40 વર્ષ જૂનો હોય શકે ત્યારે નવો બનાવાની જગ્યા એ માત્ર રીપેરીંગ કામ થઇ રહયું છે જયારે ત્રણ વર્ષ પેહલા સાસણ રોડ પરનો એક પુલ અચાનક તૂટી ગયો હતો.
તેમાં અનેક વાહનો ફસાયા હતા અને લોકોને ઇજા પણ થઇ હતી તેવી ઘટના ફરી ના બને તેના માટે નવા પુલનું નિર્માણ થવું જોઈએ ત્રણ વર્ષ પેહલા જે સાસણ રોડ પર જે પુલ તૂટ્યો હતો તે પુલ પણ ખુબ જૂનો હતો અને ત્યાર બાદ તંત્રે નાનામોટા 8 પુલ બનાવ્યા હતા હજુ સાસણ રોડ પર બે થી ત્રણ પુલ ખરાબ હાલતમાં જોવા મળેછે જેને નવા બનાવાની જરૂરિયાત છે.
સાસણ ગીર એક ગુજરાતનું ટુરિસ્ટ હબ છે અને પ્રતિ વર્ષ એશિયાટિક સિંહો જોવા માટે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન કરવા પધારે છે ત્યારે મેંદરડા થી સાસણ વચ્ચેનો પુલને તોડી નવો બને તેવી માંગ સરપંચે કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી પુલની ઘટના સાસણ રોડ પરના માલણકા ગામ પાસેના પુલમાં ન બને તેવી તકેદારી કોણ રાખશે તેવા સવાલો ઉભા થયા છે આ બાબતે આર એન્ડ બી ના મહિલા અધિકારી સાથે વાતચીત નો પુલ બાબતે પ્રયાસ કર્યો હતો પણ તેમની પાસે વાત કરવાનો સમય ન હતો અને રૂબરૂ સમજાવી શકાય તેમ છે.
અને સાંજે જવાબ આપીશ તેવા જવાબો મળ્યા હતા જયારે પુલ જર્જરિત જેવા પ્રશ્ર્નનો જવાબ જો યોગ્ય સમયે નમળે તો શું પુલ તૂટ્યા પછી
જવાબ મળશે.
- Advertisement -
આગામી દિવાળી તહેવારોમાં સાસણ લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવશે
સાસણ ગીર સિંહ દર્શન માટે વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે ત્યારે લાખો પ્રવાસીઓ સાસણ ગીર પધારશે એવા સમયે સાસણ રોડ પરના માલણકા ગામ પાસેનો અંદાજે 40 વર્ષ જૂનો પુલને રીપેરીંગ કરીને સંતોષ માની લેતા અધિકારી ક્યારે નવો પુલ બનાવશે કે પછી કોઈ દુર્ઘટના બન્યા બાદ પુલ બનશે ?