ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
તાજેતરમાં નવરાત્રીનો તહેવાર ઉજવાનાર હોવાથી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશ્નર, સેકટર 02 નીરજ બડગુજર તથા અમદાવાદ શહેર ઝોન 6 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા નવરાત્રી દરમિયાન પ્રજા શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે અમદાવાદ શહેરની પોલીસને સતર્ક કરી અને ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 ના વટવા, જીઆઇડીસી, ઈસનપુર, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ તથા નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ ની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ત્યારે યુવાનો છાકટા બનીને ફરતા હોય છે.
- Advertisement -
વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવી, જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર.પરમાર, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.જે.રાવત, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.પટેલ, આર.આર.સોલંકી તથા નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.સી.દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આગોતરું આયોજન કરાયું છે.રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતા ઉપરાંત ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા સ્ટાફ સાથે જાતે પેટ્રોલિંગ કરી, સઘન વાહન ચેકીંગ અને શંકાસ્પદ ઈસમનું ચેકીંગ હાથ ધરવાની સાથે દારૂ જુગારના બુટલેગરોને ચેક કરી ગુનાઓ દાખલ કરવા તજવીજ હાથ ધરેલ છે. આ કાર્યવાહી દરમિયાન નારોલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહી પિધેલાના 03 કેસો, કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કેફી પીણું પી ને વાહન ચલાવતા 02 કેસો, ઈસનપુર પોલીસ દ્વારા પીધેલા પ્રોહી કેસ 01 તથા કેફી પીણું પી ને વાહન ચલાવતા 01 કેસ, મણિનગર પોલીસ દ્વારા પીધેલા પ્રોહી કેસ 01, દાણીલીમડા પોલીસ દ્વારા પીધેલા પ્રોહી કેસ 01, વટવા પોલીસ દ્વારા પીધેલા પ્રોહી કેસ 02, સહિત કુલ 08 ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરી, સઘન વાહન ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર અને બોડી વોર્ન કેમેરા સાથે લોકોને ચેક કરવામાં આવતા હોય, છાકટા થઈને લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.