ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે સોમનાથના નવા બંદરમાં મિની વાવાઝોડાની સ્થિતિમાં 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી. દરિયામાં ઉઠેલા કરંટ અને ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થયા હતા. જેને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 તારીખથી તમામ બોટ બંદર પર લાંગરેલી હતી. પરંતુ ગત રાત્રે 12 વાગ્યા બાદ દરિયામાં ભારે પવન અને કરંટ હતો. આ કરંટને કારણે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu