આજે વિધાનસભમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. જેને લઈને લોકો મોટા ભાગના ક્ષેત્રમાં રાહતની ઝંખના રાખીને બેઠા છે.
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થવાનું હોવાથી લોકો આ બજેટ પર રાહતની મીટ માંડીને બેઠા છે. વિધાનસભા ચૂંટણીમાં જવલંત જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ રજૂ થશે. જ્યારે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ રજૂ થતા પહેલા આ મામલે નાણામંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
- Advertisement -
2023-24નું બજેટ 2 લાખ 50 હજાર કરોડના આંકડાને વટાવી શકે તેવું
કનુ દેસાઇએ આ બજેટ ખેડૂત,યુવાનો અને મહિલાઓ માટે સારૂ રહેશે તેવો દાવો કર્યો છે. મહત્વનુ છે કે વર્ષ 2022-23નું બજેટ 668.9 કરોડની પુરાંતવાળુ હતુ. વર્ષ 2022-23માં બજેટનું કદ 2,43,965 કરોડનું હતું જ્યારે વર્ષ 2023-24નું બજેટ 2 લાખ 50 હજાર કરોડના આંકડાને વટાવી શકે તેવું જણાઈ રહ્યું છે. ચૂંટણીમા ભાજપની ઝળહળતી જીત થઈ છે જેને લઈને લોકોની પણ ખાસ આ બજેટમાં આશા વધી છે. વધુમાં મંદી, મોંઘવારી અને બેરોજગારી સહિતની સમસ્યાથી ઘેરાયેલા તમામ વર્ગના લોકો હાલ બજેટમા આશા જંખી રહ્યા છે ત્યારે આ મામલે સરકાર દ્વારા શુ રાહત આપવામાં આવે તે જોવું રહ્યું !
12 કલાકે પ્રશ્રોત્તરી સાથે શરૂ થશે
વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા ગૃહનું કામકાજ બપોરે 12 કલાકે પ્રશ્રોત્તરી સાથે શરૂ થશે. સવારે 10 વાગ્યાથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી સત્રનો પ્રારંભ થશે. જ્યારે શહેરી વિકાસ, ગૃહ, મહેસુલ, સહીતના મુખ્યમંત્રીના ખાતાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક, ગૃહ સહીતના ખાતાઓની પણ પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. ત્યારબાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. જેમાં નાણા મંત્રી વધારાના ખર્ચ પત્રક અને ખર્ચના પૂરક પત્રકની રજૂ કરશે.
- Advertisement -
બજેટમાં કયા ક્ષેત્ર પર અપાશે ભાર?
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.
કેવું હશે આપણું 2023-24 નું બજેટ?
-પેટ્રોલ-ડીઝલના વેટમાં ફેરફાર થશે?
-શિક્ષણ,આરોગ્ય અને કૃષિક્ષેત્રમાં શું જાહેરાત થશે?
-પોલીસ અને મહેસૂલ વિભાગ માટે શું જોગવાઇ થશે?
-ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ
-નાણામંત્રી કનુ દેસાઇ બીજી વખત રજૂ કરશે બજેટ
-બજેટસત્રનો આજે બીજો દિવસ
-રાહત મળશે કે બોજ વધશે?