સંસ્થાના સ્ટાફ, વાલીગણ અને દિકરીઓના સમન્વયથી સંસ્કાર સાથે થઇ રહ્યું છે શિક્ષણ: મુળુભાઇ બેરા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સૌરાષ્ટ્રના અગ્રગણ્ય કેળવણીકાર સમાજસેવીશ્રી પેથલજીભાઈ ચાવડા સ્થાપિત જૂનાગઢની સંસ્થા ડો.સુભાષ એકેડેમી તેમજ ડો.સુભાષ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે પ્રવાસ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, અધ્યક્ષ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, દેવાભાઇ માલમ, ભગવાનજીભાઇ બારડ, ઉદયભાઇ કાનગડ અને ત્રિકમભાઇ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ડો.સુભાષ એકેડેમી સૌને શિક્ષણક્ષેત્રે પ્રેરણા આપતી સંસ્થા છે. અહીં દિકરીઓના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણને સમર્પિત કાર્ય થાય છે. આ સંસ્થામાં શૈક્ષણિક સ્ટાફ, ડો.સુભાષ યુનિવર્સિટી, વાલીગણ અને દિકરીઓના સમન્વયથી સંસ્કાર સાથેના શિક્ષણની સિંચન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ સાથે રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિમાં સહભાગી થાય જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ કરવાનો છે અને દેવભૂમિ દ્વારકામા ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી પ્રતિમા મૂકાશે. તેમજ જૂનાગઢના વિકાસની વાત કરતા જણાવ્યું કે, જૂનાગઢમાં નરસિંહ મહેતા સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવશે તેમ
ઉમેર્યું હતું.
જૂનાગઢની ડૉ.સુભાષ એકેડેમીનો વાર્ષિકોત્સવ ઉજવાયો
