ખાસ-ખબર સંવાદદાતા
ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે મંગળવારે અમરનાથ યાત્રા હંગામી ધોરણે અટકાવી દેવાઇ. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સોમવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. યાત્રામાર્ગમાં ઘણા સ્થળે ભૂસ્ખલનની આશંકા હતી, જેના પગલે તંત્રએ પહલગામ અને બાલટાલ બંને રૂટ પર યાત્રા અટકાવી દીધી. તે દરમિયાન 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ રસ્તામાં હતા. 3 હજારથી વધુને નુન્વન આધાર શિબિરમાં રોકી રખાયા. જમ્મુથી પહલગામ રવાના થયેલા 4 હજાર યાત્રાળુને રામબનમાં રોકી રખાયા. બાલટાલ જતા 2 હજાર યાત્રાળુને ત્યાં જ આધાર શિબિરમાં રખાયા છે.
વરસાદ બંધ થયા બાદ હવામાન સુધરતા જ યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. કોઇ પણ જોખમને પહોંચી વળવા ગઉછઋ અને જઉછઋની ટીમો તહેનાત કરાઇ છે.