હૂથી વિદ્રોહીઓએ અમેરિકી જહાજને નિશાન બનાવતા વળતુ આક્રમક પગલુ
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે યમન જેવા દેશોમાં પણ છમકલા થઇ રહ્યા હોય તેમ આજે અમેરિકા તથા બ્રિટનના યુધ્ધ વિમાનોએ યમન એરપોર્ટ પર બોંબમારો કર્યો હતો.
- Advertisement -
યમનના સમુદ્રમાં હૂથી લડાકૂઓએ અમેરિકી જહાજને નિશાન બનાવ્યાના રીપોર્ટને પગલે આ કદમ ઉઠાવવામાં આવ્યું હતું. અમેરિકા તથા બ્રિટીશ સૈન્ય દ્વારા સંયુકત રીતે યમનના હુડાયકર શહેરના એરપોર્ટને નિશાન બનાવીને બોંબમારો કરવામાં આવ્યું હતું. સંયુકત આક્રમણમાં બોંબવર્ષા કરવામાં આવી હતી.
અમેરિકા-બ્રિટનના બોંબમારા બાદ યમન એરપોર્ટના વિસ્તારમાં ચારેતરફ ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા હતા વ્યાપક નુકસાનીની આશંકા દર્શાવવામાં આવી રહી છે.