જંગલેશ્ર્વર મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી
સાંજે મેદાન ખાતે ભવ્ય આતશબાજી બાદ 62 ફૂટ ઊંચા રાવણનું પૂતળું દહન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
કોડીનારમાં છેલ્લા 40 વર્ષથી વિજયા દશમી પર્વ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. કોડીનારમાં પ્રથમવાર 1982 માં 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ છે. આજે સૌરાષ્ટ્ર ખાતેનો સોથી મોટો 62 ફૂટ ઊંચા રાવણનું પૂતળું બનાવી ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનારમાં છેલ્લા 40 વર્ષથી યોજાતા રાવણ દહન કાર્યક્રમમાં સમસ્ત હિન્દૂ-મુસ્લિમ સમાજ તથા વેપારી આલમમાં ભારે ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં વહીવટ તંત્ર તેમજ કોડીનાર પોલીસ સ્ટાફ એ ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું આ પર્વ કોડીનારની જનતાએ રંગે ચંગે ઉજવ્યું હતું. તો હજ્જારોની સંખ્યામાં એકત્રિત મેદનીએ સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા હતા.