ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર રેન્જના જીલ્લાઓમા ગંભીર ગુન્હાઓ આચરનારા ઇસમો ઉપર ગુન્હો દાખલ કરી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધીક્ષક હિંમકરસીહનાઓએ શરીર સબંધી તેમજ મીલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પરીણામલક્ષી કાર્યવાહી કરવા સાવરકુંડલા વિભાગ સારકુંડલા નાયબ પોલીસ અધીક્ષક એચ.બી.વોરા અને સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.એસ.પલાસ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામા આવેલ છે.
આ કામની હકીકત એવી છે કે આ કામના ફરી.ના કુટુંબી હસમુખભાઇ ધનજીભાઇ ટોપરાણીના દિકરા કરણે ફરી.ની ભાણેજ સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેથી ફરી.ના પતિ અને દિયરોએ તેના કુટુંબી રસીકભાઇને જણાવેલ કે તમો હસમુખભાઇ તેમજ તેના ભાઇઓને કહી દેજો હવે અમારા ઘરે માતાજીના મઢે ન આવે તેમ જણાવેલ હોય તેમ છતાપણ આ કામનો આરોપી ફરી.ના ઘરે ફરીને પુછયા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી માતાજીના મઢે આવેલ અને ફરી.
- Advertisement -
એ તેને ના પાડતા ફરી.ને ગાળો આપી ધકો મારી જતો રહી ગુન્હો કર્યા બાબત તા.04/02/2024ના રોજ ડુંગર પોલીસ સ્ટેશનમા એ પાર્ટ ગુ.ર.નં.11193062240022/2024 ઇ.પી.કો કલમ 448, 504 મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ. સદરહુ બનાવ બાબતે પો.સબ.ઇન્સ કે.જી. મયા અને ડુંગર પોલીસ ટીમે આરોપી ધર્મેશ હસમુખભાઇ ટોપરાણી, ઉ.વ.31, ધંધો ખેતી, રહે.ડુંગર તા.રાજુલા જી. અમરેલી ઉપર વોચ રાખી યોગ્ય બાતમી રાહે હકીકત મેળવી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા
કરેલ છે.