ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ 1955 થી 1998 સુધીના પૂર્વ વિધાર્થીઓ કે જેમણે ઔદિચ્ય બ્રાહ્મણ બોર્ડિંગમાં રહીને નરસૈયાની નગરી જુનાગઢની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ કરીને કારકિર્દી ઘડીને બ્રહ્મસમાજનું ગૌરવ વધારનાર 130થી વધુ પૂર્વ વિધાર્થીઓ પરિવારજનો સાથે ગરવા ગિરનારની ગોદમાં પ્રેરણાધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં શનિ/રવિ બે દિવસ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ સ્નેહમિલનમાં જામખંભાળીયાથી લઈને સુરત,દમણ સુધીના પૂર્વ વિધાર્થીઓ 35 વર્ષથી લઈને 85 વર્ષના પૂર્વ વિધાર્થીઓ પોતપોતાના સમયનાં સંભારણાઓ સાથે જોડાયા હતા અને ગીત સંગીત,હાસ્ય,અંતાક્ષરી 1955થી 1998 સુધી એટલે કે 43 વર્ષના સંભારણાઓની આપલે પૂર્વ વિધાર્થીઓએ કરી હતી સાથોસાથ ગત વર્ષોમાં દિવંગત થયેલા ભાઈઓને શ્રઘ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જનરલ મીટીંગમાં ઉપસ્થિત તમામ પૂર્વ વિધાર્થીઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર શિલ્પી પૂર્વ ગૃહપતિ અને માર્ગદર્શક હરસુખભાઈ વ્યાસ એડવોકેટ વિરેન્દ્રભાઈ ભટ્ટ, મરમઠ દુષ્યંતભાઈ મહેતા, રાણાવાવ રાજેશ પાઠક, એડવોકેટ જીતેન્દ્રભાઈ પાઠક લીલીયા મોટા, અશેષભાઈ જોશી રાજકોટ, શૈલેશભાઈ ભટ્ટ માંગરોળ સહિતના ભાઈઓને બિરદાવવામાં આવ્યા હતા.