186 યુગલો ફેરા ફરી સૂર્ય અને અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડશે, ક્ધયાઓને 51 જેટલી વસ્તુઓનો કરિયાવર અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ સમૂહ લગ્ન આયોજક મંડળ કોડીનાર દ્વારા 34માં સમૂહ લગ્નોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ તારીખ 30 એપ્રિલ 2025-બુધવાર, સ્થળ – બિલેશ્વર ખાંડ ઉદ્યોગનો મેદાન સુગર ફેક્ટરી-કોડીનાર, જિલ્લો-ગીર સોમનાથ ખાતે રાખવામાં આવ્યા છે. જેમાં કુલ 186 દંપતીઓ ફેરા ફરી સૂર્ય અને અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડશે. સમાજના આ ઉમદા કાર્ય અને ઉત્કર્ષની શુભ ભાવનાને તાજી રાખવામાં આપણા સૌના સહિયારા સાથ-સહકાર હર્ષભેર અંત:કરણ પૂર્વકના આશીર્વાદ આપવા સૌવને ભાવભર્યું આમંત્રણ અપાયું છે.
સમૂહ લગ્ન આયોજક મંડળ તરફથી ક્ધયાઓને કુલ 51 વસ્તુઓનો જાજરમાન કરિયાવર આપવામાં આવશે. જેમાં રજવાડી વસ્તુઓ, ગેસ સ્ટવ સહીતની અનેક ઘરવખરી તેમજ વિશેષમાં વરરાજાને તલવાર આપવામાં આવશે. તેમજ સ્વ.વરજાંગભાઈ ભગવાનભાઈ મોરી પરિવાર તરફથી દરેક ક્ધયાઓને કબાટ આપવામાં આવશે. 34માં સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા અનેક ગામોમાંથી સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સંયુક્ત આર્થિક અનુદાન આપવામાં આવ્યું છે. જેમાં દેવળી-20,00,000, કોડીનાર-18,18,181, પીપળી-6,61,111, પણાંદર-5,33,333, સરખડી-5,11,111 રૂપિયાનું માતબર દાન આવેલું છે. આ સિવાય અન્ય ગામો દ્વારા રૂપિયા 3 લાખ થી લઈને 11 હજાર સુધીનું દાન આપવામાં આવ્યું છે. આ સિવાય અનેક સંસ્થાઓએ રૂપિયા 11 હાજર થી લઈને 4,41,432 સુધીનું દાન આપ્યું છે. આ સિવાય પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીએ રૂ.7,77,777 અને સમાજના અન્ય શ્રેષ્ઠિઓએ પણ મસમોટો આર્થિક સહયોગ આપ્યો છે.
તા.30 એપ્રિલ 2025 – માંગલિક પ્રસંગોની યાદી
જાન આગમન – સાંજે 5 કલાકે
હસ્ત મેળાપ – સાંજે 6 કલાકે
ભોજન સમારંભ – સાંજે 6 કલાકથી,
જાન વિદાય – રાત્રે 9 કલાકે