બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજન
એક રાષ્ટ્રમંત્રની ગરિમામય ગાથા કાર્યક્રમ યોજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડો. બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે “વંદે માતરમ્” ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા સાર્ધ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ ગેલેરી ખાતે “વંદેમાતરમ્’ રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત થઈ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ઉત્પલભાઈ જોશી, સરદારસિંહ રાણાના વંશજ અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તેમજ પુણેથી સંશોધક મિલિંદ સબનીસ રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિબેન પટેલે તેમજ મંત્રી વર્ષાબહેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ચેરના ચેરમેન પ્રો. આર. એન. કાથડ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું. રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ ગૌરવ ગીત ’વંદે માતરમ્’ની રચના 1875માં કરી હતી. વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમના નવલકથામાંથી જન્મ આપેલું “વંદે માતરમ” માત્ર એક ગીત નથી તે આપણા રાષ્ટ્રનું હૃદયસ્પંદન છે. જ્યારે પણ આ ગીતના સ્વરો ઊંચકે છે, ત્યારે દેશભક્તિ, માતૃભૂમિ પ્રત્યેની શ્રદ્ધા અને એકતા જેવી ભાવનાઓ આપમેળે ઉદ્દભવતી હોય છે. આ ગીતે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓના હૃદયમાં હિંમત ભરી હતી. તે પળો યાદ કરો જ્યારે યુવાન દેશભક્તોએ ફાંસીએ ચઢતી વખતે પણ “વંદે માતરમ”ના નારા લગાવ્યા હતા. આજના યુવા પેઢી માટે પણ આ ગીતના ભાવ તાજા રાખવા એ આપણું સંયુક્ત દાયિત્વ છે. વિશ્વવિદ્યાલય તરીકે જવાબદારી છે કે વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક ક્ષમતા નહીં, પણ સંસ્કાર, નૈતિકતા અને દેશપ્રેમના બીજ પણ વાવીએ. “વંદે માતરમ” એ ગીતથી આપણે શીખીશું કે સાચો શિક્ષિત નાગરિક તે જ હોય છે જે પોતાના દેશના ઉત્કર્ષ માટે કટિબદ્ધ હોય. વંદે માતરમ ગીતના ઈતિહાસ તેમજ મહત્વ વિશે સંશોધક મિલિંદ સબનીસની ટીમ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવી. આ માટે પૂનાથી આખી ટીમ આવી હતી.15 સભ્યોની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝિક્યુટિવ કાન્સિલના સભ્યો તથા ચેર-સેન્ટરની સલાહકાર સમિતિના સભ્યો, ભવનના અધ્યક્ષઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્ર ધર્મપ્રતિષ્ઠાનના અધ્યક્ષ પ્રો. હર્ષદ યાજ્ઞિક, મહામંત્રી ઋત્વિ પટેલ, વર્ષા ચાવડા, મંત્રી અને સુનિતાબેન, ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. આર. એન. કાથડસરના માર્ગદર્શનમાં સંશોધન અધિકારી ડો. રવિ બી. ધાનાણી, ડો. વીનેશ બામણિયા, ડો. કાંતિભાઈ કાથડ, ડો. મુકેશભાઈ ચૌહાણ, મિલનભાઈ વઘેરા કાર્ય કર્યું હતું.