– અમેરિકામાં શોક જાહેર થતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો, બાઇડેનની લોકોને ભાવુક અપીલ
રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે, હું આ બધું જોઈને થાકી ગયો છું. હું તમામ વાલીઓને અને લોકોને અપીલ કરવા માંગુ છું કે આ સમય કંઈક કરવાનો છે. આપણે તેને એમજ ભૂલી ન શકીએ.
- Advertisement -
રાષ્ટ્રપતિ જો બાયડને આ હુમલાને હત્યાકાંડ ગણાવ્યો
અમેરિકા ફરી એકવાર ગોળીબારથી હચમચી ગયું છે. અહીં ટેક્સાસમાં એક સ્કૂલમાં હુમલાખોરે બાળકોને નિશાન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 18 બાળકો સહિત કુલ 21 લોકોના મોત થયા છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને આ હુમલાને લઈને દેશને સંબોધન કર્યું છે. જેમાં તેણે આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.
- Advertisement -
રાષ્ટ્રપતિ બાયડને તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ બાયડને પોતાના સંબોધનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ હું ક્યારેય આવું સંબોધન કરવા માંગતો ન હતો. તેમણે એ તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જેમના બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય બાયડને છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકન શાળાઓ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકામાં શોક જાહેર થતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો
ટેક્સાસના ઇતિહાસમાં આ કાળજું કંપાવનારી સૌથી દુ:ખદ ઘટના છે. જેના લીધે વ્હાઇટ હાઉસમાં શોકના પગલે રાષ્ટ્ર ધ્વજ અડધઈ કાઠીએ ફરકાવવામાં આવ્યો.
As a nation,we've to ask when in God's name are we going to stand up to gun lobby & do what needs to be done? Parents will never see their children again. So many crushed spirits…:US President Biden on shooting at an elementary school in Texas which killed 18 children, 3 adults pic.twitter.com/LYtUcsl7nj
— ANI (@ANI) May 25, 2022
આપણે આ ઘટનાને એમજ ન ભૂલી શકીએ – બાયડન
રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે, હું આ બધું જોઈને થાકી ગયો છું. હું તમામ માતા-પિતા અને લોકોને અપીલ કરવા માંગુ છું કે આ સમય કંઈક કરવાનો છે. અમે તેને ભૂલી શકતા નથી. આ માટે આપણે થોડું વધારે કરવું પડશે. આ દર્દને એક્શનમાં ફેરવવાનો સમય છે. આ પ્રસંગે બાયડને કહ્યું કે બંદૂકનું બજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.એક રાષ્ટ્ર તરીકે, આપણે ભગવાનના નામે પૂછવું પડશે કે આપણે બંદૂકની લોબી સામે ક્યારે ઊભા રહીશું અને આપણે શું કરવાની જરૂર છે? અને આપણે શું કરવાની જરૂર છે? માતાપિતા તેમના બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.
ટેક્સાસની એક સ્કૂલમાં થયેલી ફાયરિંગમાં 18 બાળકોના મોત થયા
તમને જણાવી દઈએ કે, ટેક્સાસની એક સ્કૂલમાં થયેલી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 18 બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોના પણ મોત થયા છે. જવાબી કાર્યવાહીમાં હુમલાખોર માર્યો ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર પાસે એસોલ્ટ રાઈફલ હતી, જેમાંથી તેણે બાળકો પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરની ઉંમર 18 વર્ષ હોવાનું કહેવાય છે.
US: Fourteen children, one teacher killed in Texas school shooting
Read @ANI Story | https://t.co/48IlzNrlnI#TexasSchoolShooting #Texas #USA #RobbElementaryMassShooting #TexasMassShooting pic.twitter.com/dDbA8xgeuP
— ANI Digital (@ani_digital) May 24, 2022