અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા
જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ અખનૂરમાં આતંકીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. વાત જાણે એમ છે કે, આપણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો છે. જે બાદમાં 4 આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ મૃતદેહને પાછળ ખેંચતા જોવા મળ્યા છે.
- Advertisement -
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુના અખનૂરમાં સર્વેલન્સ ડિવાઈસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવી હતી, જેના પછી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. સેનાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ એક લાશને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
#WATCH | J&K: White Knight Corps foiled an infiltration bid in the IB sector of Khour, Akhnoor. A suspected move of four terrorists was seen through the surveillance devices on the night of December 22-23. The terrorists were brought down after effective fire. https://t.co/jzlUVHAeoe pic.twitter.com/LJvvotrgHv
— ANI (@ANI) December 23, 2023
- Advertisement -
ભારતીય સેનાની 16મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે આ ઘટના વિશે માહિતી આપી. ભારતીય સેનાની 16મી કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે અમારા સર્વેલન્સ ડિવાઇસ દ્વારા 4 શંકાસ્પદ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. આ પછી અમારી બાજુથી ગોળીબાર થયો હતો. આતંકવાદીઓ એક મૃતદેહને આંતરરાષ્ટ્રિય સરહદ પાર ખેંચતા જોવા મળ્યા હતા.
સેનાના જવાનોએ ચાર ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય સરહદથી વાયર તરફ આવતા જોયા ત્યારબાદ તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા. આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પોસ્ટને આગ લગાવી દીધી હતી. જોકે પાકિસ્તાનની આ ષડયંત્ર સફળ ન થઈ અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો.
Infiltration bid foiled in IB sector of #Khour, #Akhnoor. Suspected move of four terrorists seen through own surveillance devices on the night of 22/23 Dec 23. Effective fire brought down. Terrorists seen dragging one body back across the IB.@adgpi@NorthernComd_IA
— White Knight Corps (@Whiteknight_IA) December 23, 2023
ઘૂસણખોરો ભારે હથિયારોથી સજ્જ હતા
અધિકારીઓએ પણ ઘૂસણખોરીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતા સૈનિકોએ શનિવારે (23 ડિસેમ્બર) વહેલી સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓ આ તરફ આવતા જોવા મળ્યા હતા. ત્યારપછી જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોરી કરનારા એક આતંકીને ગોળી વાગી અને જમીન પર પડી જતાં તેનું મોત નીપજ્યું.
અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને તેના સહયોગીઓ આંતરરાષ્ટ્રીય સરહદની બીજી તરફ ખેંચીને લઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે આ આતંકીઓ રાતના અંધારામાં સર્વેલન્સ ડિવાઇસ દ્વારા ઘૂસણખોરી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત ગુજરાતથી જમ્મુ સુધી પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે. જો કે, જમ્મુથી આગળ વધતાની સાથે જ કાશ્મીરથી નિયંત્રણ રેખા (LOC) શરૂ થાય છે.
નોંધનિય છે કે, અખનૂરમાં ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પૂંછ આતંકી હુમલા બાદ ભારતીય સેના એલર્ટ પર છે અને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સરહદ પર પુંછ અને રાજૌરીમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ બંને જગ્યાએ ઈન્ટરનેટ સેવા બંધ છે.