બૂટલેગરે બાતમીદાર પર કર્યો ખૂની હુમલો
70 હજારની માંગણી સાથે ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો, ઈન્સ્ટા પર માર માર્યાની રીલ પણ મૂકી
રાજકોટ શહેરની રામનગર લોધેશ્ર્વર સોસાયાટીમાં 4/7ના ખૂણા પાસે અશોક નિવાસમાં રહેતા અર્જુન વર્મા પર બૂટલેગર દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર, બાતમીદાર બનીને અર્જુન વર્માએ પોલીસ વિભાગને બૂટલેગર દિનેશ બાબુ ઝરિયા વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાને પકડી પાડ્યો હતો. પોલીસની પકડમાંથી છુટવા માટેબૂટલેગર દિનેશબાબુએ 70 હજાર ભર્યા હતા. ત્યારે 70 હજાર ભરવા પડ્યા હોવાનો ખાર રાખીને બૂટલેગરે રાત્રીના 10 વાગ્યાની આસપાસ બાતમીદાર અર્જુન વર્માના ઘર પથ્થરમારો કરીને 70 હજારની માંગણી કરી હતી. પથ્થરમારાથી સંતોષ ન માનતા બુટેલગર દિનેશ બાબુ ઝરિયાએ આજરોજ સવારના 10 વાગ્યાની આસપાસ મહાદેવ મંદિર પાસે અર્જુન વર્મા ઉપર ખુની હુમલો કર્યો હતો. હાથ અને માથામાં છરીના ઘા ઝીંક્યા હતા અને 70 હજારની માંગણી કરી હતી. હાલ સમગ્ર ઘટના બનતા પોલીસે તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
બૂટલેગરે મચાવેલા આતંકની કડકમાં કડક સજા જરૂરી
લુખ્ખો બૂટલેગર દિનેશ ઝરિયા ફાટીને ધુમાડે ગયો છે
દિનેશે પોલીસ વેનનાં બોનેટ પર બેસી બિભત્સ ઈશારા કરતી રીલ પણ તેના ઈન્સ્ટાનાં પેજ પર મૂકી છે
પોલીસનાં બાતમીદાર પર હુમલો, પોલીસ શું પગલાં લેશે?
પોલીસનાં એક બાતમીદાર અર્જુન વર્મા નામની વ્યક્તિએ બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાની બાતમી આપી હતી. આ અંગેની જાણ બૂટલેગર દિનેશ ઝરિયાને થઈ જતા દિનેશ ઝરિયાએ પોલીસના બાતમીદાર અર્જુન વર્મા પર છરી વડે જાનલેવા હુમલો કરી માર માર્યો હતો અને 70 હજાર રૂૂપિયાની માંગણી સાથે તેના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો. બૂટલેગર દિનેશ ઝરિયાએ પોલીસના બાતમીદાર અર્જુન વર્મા વિરુદ્ધ કરેલી આ દાદાગીરી સામે પોલીસ શું પગલાં લેશે એ જોવું રહ્યું.
- Advertisement -
બૂટલેગર દિનેશની અનેક ગુનાઓમાં સંડોવણી
દિનેશ બાબુ ઝરિયા નામનો બૂટલેગરની દારૂનાં ધંધા ઉપરાંત અનેક ગુનામાં સંડોવણી છે. દારૂના વેંચાણ ઉપરાંત નાના-મોટા હવાલાઓ લેવામાં અને મારામારી કરવામાં પણ દિનેશ ઝરિયાનું નામ જાણીતું છે. આ દિનેશ ઝરિયા ગેરકાનૂની કામ કરતો હોય તે અંગેની બાતમી રાજકોટના રામનગરમાં રહેતા અર્જુન વર્માએ પોલીસને કરતા દિનેશ ઝરિયાએ તેની ઉપર હુમલો કરી આંતકની બધી જ સીમાઓ ઓળંગી દીધી છે. શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવવા માટે પોલીસે દિનેશ ઝરિયા જેવા કુખ્યાત ગુનેગારોને કાયમ જેલનાં સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.